Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 100
________________ ૮ : અનેકાંત અમૃત હોવો જોઈએ કોઈ અજ્ઞાની રહે નહિ. માટે એ નિયમ નથી. પ્રતિભાસ થાય છે માટે એને જાણવું એ નિયમ નથી. મુકુંદભાઈ ! આ જરી સૂક્ષ્મ વાત છે-આમ ભમ્મર ઊંચા ચડી જાય છે એના. જરા આ વિષય એવો છે. થાવું જોઈએ હોં. એમ થાવું જોઈએ. આહાહા! માટે પ્રતિભાસ દેખીને ડરને જાણે છે એ નિયમ રહેતો નથી. આહાહા ! માટે જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જુઓ-બેનો પ્રતિભાસ થવા છતાં જ્ઞાન તો એક જ છે. કેમકે-હવે એનું કારણ અર્થવિકલ્પપણું બધા જ્ઞાનમાં છે, આઠેય જ્ઞાનમાં છે. આઠેય જ્ઞાનમાં અર્થવિકલ્પપણું એટલે કે સ્વપરનો પ્રતિભાસ થાય એ ઉપયોગનું લક્ષણ છે તે બંધ ન થાય. જે બંધ થાય તો ઉપયોગ રહેતો નથી તો તો લક્ષણ પણ રહેતું નથી. જો લક્ષણ ન રહે તો ઉપયોગ ન રહે-ઉપયોગનું લક્ષણ બાંધ્યું. સ્વપરનો પ્રતિભાસ થાય એ એનું લક્ષણ બાંધ્યું. આઠેય જ્ઞાનમાં-કુમુતિ-કુશ્રુત ને અવધિ-અભવીના જ્ઞાનમાં, એનો ઉપયોગ છે અને એના ઉપયોગમાં પણ સ્વપરનો પ્રતિભાસ છે. એનું નામ શેયાકાર જ્ઞાન છે. શેયાકાર જ્ઞાનમાં મને પર જણાય છે એમ અનાદિથી કરી રહ્યો છે, એટલે રખડે છે. અને જો પલટો થાય ભવી જીવનો સાંભળતા કે ભલે પ્રતિભાસ થાય રાગનો પણ મને રાગ જણાતો નથી. કેમકે રાગને જાણતાં ઈ રાગમાં એકત્વ કરશે અને રાગનું જાણવું બંધ થશે તો ઉપયોગનો વિષય એકલો આત્મા રહેશે અને આત્માને જાણતાં રાગ ઉત્પન્ન નહીં થાય અને અનુભવ થઈ જશે. (શ્રોતા - રાગને જાણતાં રાગમાં એત્વ થાય છે) થાય જ. (શ્રોતા :- તે જાણતાં જ એકત્વ થાય ?) જાણેલાનું શ્રદ્ધાના આત્માને જાણવાનું ભૂલી ગયો અને રાગને જાણવા રોકાઈ ગયો. તો ક્યાંક તો અહં કરશે કે નહિ. એણે આત્મામાં અહં કર્યું નહિ તો રાગ ને શરીર ને કુટુંબમાં, મોટરમાં, પૈસામાં, હીરામાં ક્યાંક તો અહં કરશે ને? આહાહા ! (શ્રોતા :- તો જે પર્યાય જાણશે એ પર્યાયમાં એકત્વ થઈ જશે !) હા. એમાં એકત્વ થશે. એકત્વપણે પરને જાણતો અને એકત્વપણે પરિણમતો એનું નામ પર સમય છે. (શ્રોતા - એકત્વપણે પરને જાણતો અને એત્વપણે પરિણમતો-મિથ્યાષ્ટિ છે) અને જ્ઞાયકને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો તે સ્વસમય છે. સમ્યગ્દષ્ટિ છે. (શ્રોતા :- સ્વસમય છે તે સમ્યગ્દષ્ટિ છે) આહા! આવી ઊંચી વાતો ક્યાંથી આવે છે? (શ્રોતા :- જાણવામાં શું દોષ ? પ્રભુ! જાણવામાં એકત્વબુદ્ધિનો દોષ છે) પાઠ છે. સ્વસમય અને પરસમયની વ્યાખ્યા કરી કે રાગને જાણતા પરને જાણતા પરમાં એકત્વબુદ્ધિ કરીને-એકત્વપણે જાણતો. ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ-રાગ અને જ્ઞાન ભિન્ન છે. ત્યાં ભિન્નતાનું ભાન ન રહ્યું એટલે એક લાગ્યું. ઉપયોગ ને રાગ એક છે નહિ. બે ભિન્ન છે એક ચેતન અને એક જડ.

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137