________________
૮પ
અનેકાંત અમૃત છે મારી વાત સાંભળ, કે સ્વનો પ્રતિભાસ થાય છે કે નહિ? હા, થાય છે. સ્વપરનો બેયનો પ્રતિભાસ આપ કહો છો, શાસ્ત્ર કહે છે એટલે મને મંજૂર છે. સ્વનો પ્રતિભાસ જ્ઞાયકનો તારા જ્ઞાનમાં થાય છે-હા. તો પ્રતિભાસ થાય છે એને જાણવું જો અનિવાર્ય હોય તો તેને સમ્યજ્ઞાન હોવું જોઈએ અત્યારે. (શ્રોતા :- બહુ સરસ કોઈ જીવ અજ્ઞાની ન હોય) બધા જ્ઞાની થઈ જાય. (શ્રોતા :- બધા જ્ઞાની થઈ જાય તો ભેદજ્ઞાનનો ઉપદેશ દેવાની વાત ન
રહી)
કાલે કોઈ દિવસ નહિ, કાલે એવો ભાવ આવ્યો. અવારનવાર પંકજ અહીં આવે છે. કોઈ વખતે એવો ભાવ નહોતો આવ્યો. કાલે એવો ભાવ આવ્યો. ભાવ આવ્યો ત્યારે મેં ઘડીયાળ સામે જોયું ત્યારે એમ થયું કે એની ટ્રેઈન વીરમગામથી છૂટી ગઈ છે અને આ તરફ આવે છે એ પણ ભાવ સાથે આવ્યો-ત્યારે સાથે એમ આવ્યું કે મારા કુટુંબીજન આજે મને મળવા આવે છે. એવો ભાવ કોઈ દિવસ નહોતો આવ્યો-હવે કુટુંબીજન મળવા આવે એને તો બદામનો જ શીરો હોય ને લોટનો મેસૂબ હોય? એવી વાત કુદરતી-કુદરતી નીકળી ગઈ. આ કોઈ વ્યક્તિ વિશેષ માટે છે એમ ન લેવું. યોગાનુયોગ એવું બધું બની જાય છે. સમજી ગયા ! એ સિદ્ધાંતિક વાત છે.
બીજી-સિદ્ધાંતિક વાત અત્યારે તો તીર્થકર ગણધર અત્યારે છે નહિ-તો પણ સિદ્ધાંતિક વાત એવી છે કે જ્યારે તીર્થંકરની વાણી છૂટવાની હોય ત્યારે ગણધર હોય તો જ વાણી છૂટે. એવો એક નિયમ છે કુદરતી-૬૬ દિવસ સુધી વાણી ન ખરી. જુઓ આપણી નજર સામે છે ને મહાવીર ભગવાનની વાણી ન ખરી, જ્યાં ગણધર આવ્યા ને વાણી ધોધમાર છૂટી. સમજી ગયા! આવો કુદરતી નિયમ છે. યોગાનુયોગ છે. કોઈ વ્યક્તિ વિશેષથી વાત આવે છે એમ કોઈએ ન લેવું. સમજી ગયા ! પણ યોગાનુયોગ સૌ સૌની પાત્રતા હોય એ પ્રકારે વાણી છૂટે છે. વાણીનો કર્તાય આત્મા ક્યાં છે. આહાહા !
પ્રતિભાસ થાય છે માટે એને જાણે જ છે. એનો જાણવાનો નિષેધ નહિ કરી શકો-તો કાં પ્રતિભાસ નથી એમ ઉડાડો તો નથી જાણતો એ બરાબર છે. પણ પ્રતિભાસ રાખીએ અને જાણતો નથી એ વાત અમને બેસતી નથી એમ અજ્ઞાની કહે છે. પ્રસંગોપાત ખુલાસો કરવાની જરૂર છે એટલે આવે છે ખુલાસો. જો પ્રતિભાસ રાગનો ને શરીરનો ને લોકાલોકનો થતો હોય તો એ અનિવાર્ય છે કે જ્ઞાન એને જાણે. અમે તો કહીએ છીએ કે પરને જાણે જ છે. પ્રતિભાસ છે માટે જાણે છે. હવે પ્રતિભાસ છે માટે જાણે જ છે એમ નિયમ જો બાંધ તું. તો એક બીજી વાત તને પૂછું છું, કે જ્ઞાયકનો પ્રતિભાસ છે કે નહિ? હા-પ્રતિભાસ તો છે. નિયમ ત્યાં લાગુ પડે તો આમાં ન પડે કે જ્ઞાયક બધાને જણાવો જોઈએ-બધાને અનુભવ