________________
અનેકાંત અમૃત
૮૪
કોઈ સમજતું નથી શું થાય ? જે સમજશે તેનું કામ થશે એવું છે. આમાં શું થાય ?
જ્ઞાન સામાન્યની અપેક્ષાએ-વિશેષની અપેક્ષાએ બે ભેદ પડે છે એ કહેશે હમણાં. (શ્રોતા :- સામાન્યની અપેક્ષાએ શું છે એ તો સમજી લે) પહેલાં સમજ તો ખરો કે સામાન્ય જ્ઞાન કોને કહેવાય અને વિશેષ જ્ઞાન કોને કહેવાય. આમાં સામાન્ય વિશેષ જ્ઞાનમાં ઉતારો. ઓલું દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એ ન લેવું અત્યારે. બીજે ઠેકાણે લેવાય છે પણ અહીંયા અત્યારે એ ન લેવું. અહીંયા ઉપયોગ છે જે અનાદિઅનંત એ સામાન્ય જ્ઞાન કહેવાય. એ જ્ઞાનને સામાન્ય કહેવાય એ સામાન્ય જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ પાછો વિશેષમાં રહે છે. શાંતિથી સાંભળજો ભાઈ.
(શ્રોતા :- એ સ્વપરનો પ્રતિભાસ વિશેષમાં રહે છે) એ પ્રતિભાસ રહે છે જાતો નથી. (શ્રોતા :- અનાદિ અનંત છે ને) અનાદિ અનંત તો સામાન્યમાં છે. પછી સામાન્યનું વિશેષ થાય જ્ઞેયાકાર જ્ઞાન એમાં આત્મા જણાય જાય. ત્યારે સ્વપરનો પ્રતિભાસ જતો રહેતો હશે ? એકલો સ્વનો પ્રતિભાસ રહેતો હશે ? નહિં. પરનો પ્રતિભાસ બરોબર રહે છે. આહાહા ! પર આવતું નથી અને પરનો પ્રતિભાસ છૂટતો નથી. આહાહા ! અને સ્વના પ્રતિભાસ ઉપર લક્ષ જાય છે તો સમ્યગ્નાન થઈ જાય છે. એ આવશે હમણાં ધીમે ધીમે(શ્રોતા :- પર આવતું નથી, પ૨ જણાતું નથી અને પરનો પ્રતિભાસ છૂટતો નથી એ એના વિશેષમાં પણ આ પરિસ્થિતિ છે)
અને પ્રતિભાસ થાય છે માટે એને જાણવું અનિવાર્ય છે એમ પણ નથી. એનો ખુલાસો. સ્વપરનો પ્રતિભાસ થાય છે. પરનો પ્રતિભાસ થાય છે માટે પ૨ને જાણવું અનિવાર્ય છે એમ નથી. હવે જો પ૨ને જાણવું અનિવાર્ય હોય, પરના પ્રતિભાસને લઈને આપણે કહીએ, કે પરનો પ્રતિભાસ થાય છે તો પ૨ને જાણે છે એમાં શું દોષ ? મોટો દોષ આવે છે. સાંભળો. કે પરનો પ્રતિભાસ થાય છે માટે પ૨ને જાણવું અનિવાર્ય છે જીવને, એનો નિષેધ કરી શકાતો નથી જાણવાનો, સમજી ગયા ! એમ કોઈ દલીલ કરે તો, હું કહું છું કે તો સ્વનો પ્રતિભાસ થાય છે તો એનું જાણવું પણ અનિવાર્ય થાય છે તો કોઈ અજ્ઞાની બનશે નહિ. બધા જ્ઞાની થઈ જશે. ન્યાય સમજાય છે ?
(શ્રોતા :- ૫૨ના પ્રતિભાસને જાણવું અનિવાર્ય હોય તો સ્વનો પ્રતિભાસ થઈ જ રહ્યો છે તો ઈ પણ જણાય જાય, તો બધા જ્ઞાની હોય) હા. અનિવાર્ય થયું ને. (શ્રોતા :- નિયમ થઈ જાય.) અનિવાર્ય શબ્દ બધામાં લાગુ પડે જો તું આને-પરને જાણવું અનિવાર્ય છે તેમ કહે તો. કેમકે પ્રતિભાસ દેખીને જાણે જ છે અને જણાય છે એમ તું કહેતો હોય તો જ્ઞાની કહે