________________
અનેકાંત અમૃત
૮૨
શેયોના જે સ્વરૂપ છે, આકાર એટલે સ્વરૂપ. એનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો ને. એનું નામ શેયાકાર જ્ઞાન. ઉપયોગની એવી ક્રિયા છે, ઉપયોગની ક્રિયા સ્વપરને જાણે છે એવી નથી.
(શ્રોતા :- સ્વપર પ્રતિભાસે એવી ક્રિયા છે જેમાં બંધ મોક્ષથી રહિતપણું છે.) એવી ક્રિયા છે કે જેમાં બંધ અને મોક્ષનો પ્રતિભાસ થાય. પણ બંધ મોક્ષ ઉપયોગમાં આવે નહિ. (શ્રોતા :- બંધ મોક્ષનો પ્રતિભાસ થાય) પણ એ બંધ મોક્ષ છે એ પરભાવ છે, પરદ્રવ્ય છે, એ વિભાવ છે, એ સ્વાંગ છે. સ્વાંગનો પ્રતિભાસ થાય પણ સ્વાંગ અંદર ન આવે-આવે ? (શ્રોતા :- સ્વભાવરૂપ ન થાય) આ તો એકદમ ક્રીમ છે ક્રીમ. ટેપ ઊતરી જાય છે વીડિયો તે સારું છે.
એટલે હવે શેયાકાર જ્ઞાન તો થઈ રહ્યું છે બધાની પાસે અત્યારે-જે આપણે ચાર વ્યાખ્યા કરી એમાં-૪ થા નંબરમાં આવ્યો કે સ્વપરનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાનનું નામ, હવે આપણે કહીએ એટલે સંતોએ કહ્યું છે કે જ્ઞેયાકાર જ્ઞાન થયું. સંતો ફરમાવે છે કે આનું નામ જ્ઞેયાકાર જ્ઞાન છે. હવે શેયાકાર જ્ઞાન જે થયું એનો વિષયભેદે ભેદ છે. પંચાધ્યાયી-૧ લો ભાગ ૫૫૮ ગાથા. એ પ્રમાણભૂત છે જે બધાને માન્ય છે આખા સમાજને.
એનો અર્થ કરે છે ૫૫૮ ગાથાનો. જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે, થાય છે એમ નથી લખ્યું, જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન, જેને આપણે ઉપયોગ કહ્યો એવું જ્ઞાન. સમજી ગયા ? આ નવું મતિ શ્રુત થાય એની વાત નથી. (શ્રોતા :- જેને આપણે ઉપયોગ કહ્યો એવું જ્ઞાન) એ જ્ઞાન જે આપણે બીજા નંબરમાં ઉપયોગ કહ્યો-ત્રીજા નંબરમાં પ્રતિભાસ આવ્યો-ચોથા નંબરમાં શેયાકાર જ્ઞાન-આ બીજા નંબરનો જે ઉપયોગ છે એ જ્ઞાન છે-એ જ્ઞાન છે. એ પર્યાય છે.
જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અર્થાત્ એનો અર્થ કરે છે. અર્થાત્ જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે, અહીંયા એમ છે. હવે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જો સ્વપ૨ને વિષય કરે છે તો બે થઈ જાય છે. અને સ્વપરનો પ્રતિભાસ થાય છે તો એક રહે છે. (શ્રોતા :- સ્વપરને વિષય કરે તો બે થઈ જાય છે.) જ્ઞાન સ્વને ય જાણે અને જ્ઞાન ૫૨ને જાણે તો બે થઈ જાય છે. પણ બેપણું એમાં નથી. શેયાકાર જ્ઞાન, શેયાકાર જ્ઞાન ત્રણેય કાળે એકને જ જાણે છે. પ૨ને જાણતું નથી. પ૨ને જાણે છે એ જ્ઞેયાકાર જ્ઞાન નથી. એ ઈન્દ્રિયજ્ઞાન અજ્ઞાન છે. (શ્રોતા :- ત્યારે તો જ્ઞાનનું એકપણું સિદ્ધ થાય છે) આમાં એમ કહ્યું ને-તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. એનોય ખુલાસો કરશે.
ફરીથી, જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અનાદિ અનંત જ્ઞાનનો-સ્વભાવ ઉપયોગનો એમાં સ્વપર બેય પ્રતિભાસે છે. જેમ દર્પણમાં પ્રતિભાસે તેમ. એવો એનો સ્વભાવ છે, એ