________________
૮ ૧
અનેકાંત અમૃત પણ પ્રગટ થાય છે એ પણ ત્રિકાળી સ્વભાવ છે, અને સ્વપરનો પ્રતિભાસ થાય છે લોકાલોકનો એ પણ ઉપયોગનું લક્ષણ સ્વભાવ છે. જ્ઞાન ઉપયોગનું લક્ષણ જ એવું છે કે સ્વપરનો પ્રતિભાસ થાય, થાય ને થાય જ. અને છતાં એ ગુણ છે દોષ નથી. (શ્રોતા :- જ્ઞાન ઉપયોગનું લક્ષણ છે સ્વપરનો પ્રતિભાસ થાય) હા. એ ઉપયોગનું લક્ષણ જ એવું છે કે જેમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છતાં મલિન થાય નહિ.
અને જેનો પ્રતિભાસ થાય એ એમાં આવે નહિ. લોકાલોક ઉપયોગમાં ક્યાં આવે છે. પ્રતિભાસ થાય, એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ-હવે કૌંસ કરીને ખુલાસો કરે છે. જેમ એટલે જેવી રીતે દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં-દળમાં નહિ. એના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે. ઘટપટ આદિજે પદાર્થો છે એ એમાં દર્પણમાં પ્રતિભાસ થાય છે. દેખાય છે. તેમ, તેવી રીતે આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં-કોના ઉપયોગમાં આત્માના ઉપયોગમાં, ઉપયોગ કોનો છે? આત્માનો છે કે પર પદાર્થનો છે? શરીરનો છે? શાસ્ત્રનો ઉપયોગ હોય? (શ્રોતા:- બિલકુલ નહિ) આત્માનો. તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે એટલે પ્રતિભાસે છે ઉપયોગમાં. આત્મા છે એનો ઉપયોગ પર્યાય છે. અને એનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ છે, સ્વચ્છત્વ શક્તિ છે એટલા માટે આવું એક સ્વરૂપ છે. હવે ત્રણ વાત થઈ.
(૧) જ્ઞાયક અનાદિ અનંત- (૨) ઉપયોગ પ્રગટ થાય છે તે અનાદિ અનંત અને એમાં (૩) સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પણ અનાદિ અનંત. અને ત્રણેય સ્વભાવભૂત છે. ત્રણમાંથી કોઈ વિભાવભૂત નથી. એ સ્વભાવ જ છે એનો જ્ઞાન ઉપયોગનો.
હવે ચોથી વાત છે. એ ચોથી વાત સમજવા જેવી છે કે જેમાં પ્રયોગ કરવાનો છે. ઈ જે સ્વપરનો પ્રતિભાસ થયો ઉપયોગમાં એ ઉપયોગનું નામ શું છે હવે. ઉપયોગનું લક્ષણ તો કહ્યું કે સ્વપરનો પ્રતિભાસ થાય. એ તો એનું લક્ષણ, એ ઉપયોગનું નામ શું છે ? એ ઉપયોગનું નામ ઉપયોગ ન રહ્યું પણ શેયાકાર જ્ઞાન એનું નામ પડ્યું - (૧) જ્ઞાયક છે. (૨) ઉપયોગ (પ્રગટ થાય) છે. (૩) ઉપયોગમાં વપરનો પ્રતિભાસ થાય) છે અને એ ઉપયોગનું નામ હવે (૪) જોયાકાર જ્ઞાન થઈ ગયું. યાકાર જ્ઞાન! - હવે શેયાકાર એટલે શું? કે સ્વપરના જોયો એમાં પ્રતિભાસે છે. એ વિવક્ષા લઈને એને જોયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. હવે જોયાકાર જ્ઞાનનો વિષય શું છે? બસ પ્રયોજનભૂત વાત આ ચોથા પછી. ચાર બેસી જાય એને અનુભવ થવાની શક્યતા છે. અને સ્વપરને જાણે છે એને અનુભવ થવાની શક્યતા નથી. ભાઈ ! શું થાય? આહાહા ! ચાર પછી ઉપયોગનું નામ શું? જ્ઞયાકાર જ્ઞાન. એટલે જોયો પ્રતિભાસે છે એટલે જ્ઞયાકાર એટલે