Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 125
________________ ૧ ૧ ૧ અનેકાંત અમૃત વહ ઇસ પ્રકાર-જ્ઞાન આત્માના લક્ષણ હૈ. રાગને કાઢી નાખ્યો. ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ બાદ થઈ ગયું અને જ્ઞાન આત્માકા લક્ષણ હૈ, તો આત્મા છે લક્ષરૂપ અને જ્ઞાન છે એનું લક્ષણ તો લક્ષણ દ્વારા, લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે એટલે આત્માને તો પ્રસિદ્ધ કરે પણ રાગને ને પરને પ્રસિદ્ધ ન કરે. રાગ એનું લક્ષણ નથી. પુદ્ગલનું લક્ષણ હોય તો પ્રસિદ્ધ કરે આ તો લક્ષણ આત્માનું છે તો એ આત્માને જ પ્રસિદ્ધ કરે. જ્ઞાન આત્માકા લક્ષણ હૈ ઔર વહ અખંડ પ્રતિભાસમય સભી જીવોમેં સામાન્યરૂપસે પાયા જાનેવાલા મહાસામાન્યરૂપ હૈ. આત્મા તો મહાસામાન્યરૂપ છે પણ એનું જે જ્ઞાનલક્ષણ કહ્યું, એ જ્ઞાનલક્ષણ પણ એમાં બધું જણાય જાય એવું એ મહાસામાન્ય છે. બધો પ્રતિભાસ આવી જાય. ઔર વહ અખંડ પ્રતિભાસમય સભી જીવો મેં સામાન્યરૂપસે પાયે જાનેવાલા મહાસામાન્ય હૈ. બધા જીવોમાં સામાન્ય જ્ઞાન ઉપયોગ પ્રગટ થઈ રહ્યો છે. જ્ઞાયક તો છે પણ ઉપયોગ પ્રગટ થાય છે અને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યને સામાન્ય કહેવાય અને આ ઉપયોગને વિશેષ કહેવાય એ વાત અહીંયા નથી અત્યારે, અત્યારે તો ઉપયોગ છે જે સામાન્ય અને સામાન્ય ઉપયોગ કહેવાય. ઔર વહ મહાસામાન્ય જ્ઞાનમય અનંત વિશેષોમેં વ્યાપ્ત હૈ. હવે જે ઉપયોગ છે તે એના અનંત વિષયોમાં વિશેષોમાં વ્યાપે છે. એટલે કે એનામાં જે પ્રતિભાસ થાય છે એવો એ જોયાકાર જ્ઞાનમાં એ વ્યાપી જાય છે. આ જે છે એમાં તો પ્રતિભાસ જ થાય છે. જ્ઞાન સામાન્યમાં તો સ્વપરનો પ્રતિભાસ થાય છે. પછી એ પ્રતિભાસ થાય છે જેમાં એવું એક વિશેષજ્ઞાન જોયાકાર જ્ઞાન પ્રગટ થાય છે. એ વિશેષમાં પણ વ્યાપે છે. એ પ્રતિભાસ વિશેષ જ્ઞાનમાં પણ છે. એકલા સામાન્ય જ્ઞાનમાં રહી જાય અને એનું વિશેષ થાય (એમાં પણ છે). વિશેષ પર્યાય-ઓલું તો મહાસામાન્ય છે. પણ સામાન્ય હોય એનું વિશેષ હોયસામાન્યના વિશેષ આઠ પ્રકારના છે. કુમતિ, કુશ્રુત એ પણ સામાન્યનું વિશેષ છે. અહીં જ્ઞાન અજ્ઞાન ન લેવું હમણાં એમાં, એ પછી લેવું એ એમાં વ્યાપે છે. એમ શા માટે કહ્યું છે? કે આમાં જો પ્રતિભાસ છે સ્વપરનો તો એમાં પણ છે. પ્રતિભાસ એ કહેવા માટે કહે છે. કેમકે અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે એટલે એ ભેદજ્ઞાન કરીને અંદરમાં જઈ શકે છે. જો અજ્ઞાનમાં પણ સ્વપરનો પ્રતિભાસ ન હોય તો ભેદજ્ઞાન ન કરી શકે, વિધિ નિષેધ ન કરી શકે. એને ખબર ન હોય પણ જ્યારે જ્ઞાની મળે કે તું પરને જાણે છે, પરને જાણે છે એમ કરી રહ્યો છો પણ તારામાં તો જ્ઞાયકનો પ્રતિભાસ થઈ રહ્યો છે. એ પ્રતિભાસ થઈ રહ્યો છે એ તને જણાતો નથી. અને કથંચિત્ એ ઉપયોગ અને આત્મા તન્મય છે અને શેયથી તો જ્ઞાન --

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137