________________
અનેકાંત અમૃત
૭૨
જરૂરી. સમજી ગયા. જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જો સ્વપરનો પ્રતિભાસ થાય તો પણ જ્ઞાન એક જ પ્રકારનું રહ્યું પણ સ્વપરને પ્રકાશે છે તો જ્ઞાન એક પ્રકારનું રહેતું નથી. (શ્રોતા : - બરોબર જ્ઞાન એક રહેતું નથી. એક સ્વને પ્રકાશવાવાળું અને એક પરને પ્રકાશવાવાળું એમ બે જ્ઞાન થઈ જાય) બરોબર છે પણ બેનો પ્રતિભાસ દેખીને સ્વપરને પ્રકાશે છે એવો વ્યવહાર કરવામાં આવે છે.
બેનો પ્રતિભાસ દેખીને સ્વપરને પ્રકાશે છે એવો વ્યવહાર કરવામાં આવે છે. વ્યવહારથી જીવને સમજાવવામાં આવે છે પણ એમ છે નહિ. જ્ઞાન એક જ છે. હવે કહે છે કેમકે જ્ઞાન એક જ કેમ છે. જ્ઞાનના બે પ્રકાર કેમ નથી એનો ખુલાસો કરે છે. કેમકે અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. કુમતિ, કુશ્રુત, કુઅવધિ-ત્રણ અજ્ઞાનમાં-મતિ-શ્રુતઅવધિ-મનઃ પર્યય અને કેવળજ્ઞાન પાંચ સમ્યક્ આઠેય જ્ઞાનમાં અર્થવિકલ્પપણું છે. (શ્રોતા :એટલે શું કહ્યું પ્રભુ) એટલે કે બહિરાત્મા હોય તો પણ એના જ્ઞાન ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. અંતરાત્મા હોય તો પણ એના જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. અને પરમાત્મા હોય તો પણ એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એવું જે સ્વપરનું પ્રતિભાસપણું એ આઠેય જ્ઞાનમાં છે-આઠેય જ્ઞાનમાં અજ્ઞાન નથી. પણ આઠેય જ્ઞાનમાં જ્ઞાન છે અને જ્ઞાન એક પ્રકારનું છે એમાં બે પ્રકારનો પ્રતિભાસ થાય છે છતાં જ્ઞાન એક જ પ્રકારનું રહે છે.
(શ્રોતા :- બહુ સરસ. સ્પષ્ટ આવી ગઈ બધી વાત-આઠેય જ્ઞાનમાં જ્ઞાન છે) આઠેય જ્ઞાન જ્ઞાન છે. (શ્રોતા ઃ- બે પ્રકારનો પ્રતિભાસ હોવા છતાં પ્રતિભાસમય તો એ એક જ છે.) એક જ છે. પ્રતિભાસ તો એક જ જ્ઞાનમાં થાય છે. બે જ્ઞાનમાં નહિ. સ્વનો પ્રતિભાસ આ જ્ઞાનમાં થાય અને પરનો પ્રતિભાસ બીજા જ્ઞાનમાં થાય એમ જ્ઞાનના બે ભેદ જ નથી. જ્ઞાન એક જ પ્રકારનું છે. એકમ શબ્દ વાપર્યો છે આમાં. (શ્રોતા :- સ્વનો પ્રતિભાસ આ જ્ઞાનમાં એટલે આત્મજ્ઞાનમાં થાય અને પરનો પ્રતિભાસ અજ્ઞાનમાં થાય એમ બે પ્રકારનું જ્ઞાન જ નથી) જ્ઞાન એક જ છે. પ્રતિભાસ બે પ્રકારના છે. એમાંથી કોઈ સમ્યજ્ઞાની થાય અને કોઈ મિથ્યાજ્ઞાની થાય એટલી વાત સાચી છે. એ હમણાં આવશે.
અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં આઠેય જ્ઞાનોમાં છે. (શ્રોતા :- આઠેય જ્ઞાનમાં અજ્ઞાન નથી બેનો પ્રતિભાસ છે.) પણ પ્રતિભાસ થયા પછી એનું લક્ષ સ્વ ઉપર જાય છે કે ? પર ઉપર જાય છે. પર ઉપર લક્ષ જાય તો અજ્ઞાન અને સ્વ ઉપર લક્ષ જાય તો સમ્યજ્ઞાન થઈ જાય છે. આ જરાક જેટલી ભૂલમાં સંસાર વધી ગયો.
સ્વપર બેયને જાણે છે એ વ્યવહારનું કથન છે અને વ્યવહાર સાચો લાગે છે એ અજ્ઞાન