________________
અનેકાંત અમૃત
૭૫ છે. જ્ઞાન તો એક જ હતું પણ બે ભેદ થઈ જાય છે. વિષયની અપેક્ષાએ કોઈ સ્વને વિષય કરે તો સમ્યજ્ઞાન-પરને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. એ લખે છે- (૧) સમ્યજ્ઞાન કાં મિથ્યાજ્ઞાન. વિષયભેદ કર્યો-જો શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ સમયે પર જણાતું નથી તો સમ્યજ્ઞાન થઈ જાય છે. અને એ જ શેયાકાર જ્ઞાનમાં પોતાનો આત્મા જણાતો નથી અને રાગ જણાય છે. શરીર જણાય છે, મોટર જણાય છે, પણ જણાય છે તો એ મિથ્યાજ્ઞાન થઈ ગયું.
એક સમયનો પુરુષાર્થ છે. એક સમયનો સંસાર માં એક સમયનો મોક્ષમાર્ગ. કાં તો જ્ઞાનનું જ્ઞાનવ થઈ જાય કાં તો જ્ઞાનનું અજ્ઞાન. એ ઉપયોગમાં આ ઉપયોગનું પછી વિશેષ થાય છે-ઉપયોગ સામાન્ય છે પણ વિષયના ભેદે એનું નામ વિશેષ જ્ઞાન થઈ ગયું-વિષયના ભેદે જે સામાન્ય જ્ઞાન હતું એનું વિશેષ જ્ઞાન થઈ જાય, વિષયના ભેદ. સ્વને જાણે તો સમ્યજ્ઞાન-વિશેષ જ્ઞાન એટલે સમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન...વિષયના ભેદે આમ થઈ ગયું.
ચાર પ્રકાર બહુ સરસ આવ્યા આજે. (શ્રોતા :- બહુ સરસ-એકદમ સ્પષ્ટ અભૂત) હમણાં પેલો કાગળ આવ્યો છે ને એટલે ધોલન વધી જાય. (શ્રોતા :- વિશેષ વિષયના ભેદે નામ ભેદ પામે છે) નામ ભેદ પામે છે-જ્ઞાન તો એક જ હતું. ઉપયોગ-જ્ઞાન હતું તેનું નામ. જાણવું જાણવું હતું. (શ્રોતા :- એનું મૂળ નામ તો એક જ હતું) એક જ (શ્રોતા :- એનું જે વિશેષ વિષયભેદ નામભેદ પામે છે. જો આત્માનો વિષય કરે તો સમ્યજ્ઞાન-પરનો વિષય કરે તો મિથ્યાજ્ઞાન) ખલાસ- બસ એક સમયનો પુરુષાર્થ છે.
(શ્રોતા :- વિષયભેદે નામ ભેદ દેખાય છે પણ વસ્તુ તો અભેદ એકરૂપ જ્ઞાનરૂપ છે) એ જ્ઞાનરૂપ છે પણ એમાં સુખદુઃખ નથી અને પ્રયોજન તો જીવને સુખનું છે. એટલે જ્ઞાન સામાન્યમાં સુખ દુઃખ નથી. સમજી ગયા. પ્રયોજન તો અનાદિકાળથી જે દુઃખી છે એ દુઃખનો પર્યાય વ્યય થઈ અને આત્મિક સુખ કેમ પ્રગટ થાય-એ જીવમાત્રને પ્રયોજન છે સુખનું એ સુખ કેમ પ્રગટ થાય-કે મને શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે પર જણાતું નથીવિધિ નિષેધ કરવો પડે, અહીંયા જોરદાર હો.
વિધિ નિષેધમાં બે વિકલ્પ ઉત્પન્ન થાય-નિષેધનો વિકલ્પ પહેલા ઉત્પન્ન થાય કે પરનો જાણતો જ નથી એ વિકલ્પ-પછી એ વિકલ્પ છૂટીને આવ્યો કે જાણનારો જણાય છે એ પણ છે વિકલ્પ-જાણનારો જણાય છે એ પણ વિકલ્પ, એમાં પણ અનુભવ નથી. જાણનારો જણાય છે. જુઓ હવે નિશ્ચયના પક્ષમાં આવ્યો-પણ એ પક્ષીતિક્રાંત થાય ત્યારે અનુભવ થાય છે. ત્યારે એ વિધિનો વિકલ્પ પણ છૂટી જાય. નિશ્ચયનય આવ્યો ત્યાં સુધી