________________
૫
અનેકાંત અમૃત
આવ્યો. બહુ આકર્ષણ ભાઈ ! બહુ આકર્ષણ, ઈ કહે બહારગામ જાઉં છું તમારી યાદ જ રહ્યા કરે. ગમે ત્યાં જાઉં ભૂલાતું નથી. તમે ભુલાતા નથી બોલો. પણ બહારગામથી આવ્યા સવારે તરત જ આવી ગયા. આવ્યા સવારે સાત વાગે તો હાજર થઈ ગયા. હાજર થઈ ગયા, ઈ. બહુ યાદ આવતી'તી આપની. એટલે એટલો ટાઈમ ચાલો એના માટે સારું પણ આપણે તો શું લેવા દેવા.
ટીકા :- દ્રવ્ય પર્યાય સ્વરૂપ એમાં ક્યાંય કરવાની વાત નહીં આવે. જ્ઞાન છે ને જ્ઞાનમાં કરવાનું હોતું જ નથી. (શ્રોતા :- ક૨વાની વાત નહીં આવે) દ્રવ્યનું સ્વરૂપ આવું છે ને પર્યાયનું સ્વરૂપ આવું છે. બસ. કેમકે આત્મા અકર્તા છે, જ્ઞાતા છે ને અને જ્ઞાતા થઈ ગયા પછીની વાત છે આ. એમાં કરવાની વાત ક્યાંથી આવે ? એટલો વિચાર કરે તો કર્તાબુદ્ધિ છૂટી જાય. સ્યાદ્વાદ અધિકાર વાંચે તો ય, સમજાણું ? કર્તાબુદ્ધિ છોડીને આવે તો જ આ અધિકારમાં પ્રવેશ છે. અધિકાર બહુ સારો છે. અમૃત છે અનેકાંત.