________________
૬
૭
અનેકાંત અમૃત ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતનો પોતાનો આત્મા વર્તમાન જે ઉપયોગ પ્રગટ થાય છે ત્રીજા નંબરની વાત કરી, એમાં પ્રતિભાસ થાય છે. અવભાસન થાય છે ઝલકે છે.
આ ત્રણ પ્રકાર છે એ સ્વભાવભૂત છે. આ ત્રણેય પ્રકાર છે એ સ્વભાવભૂત છે વિભાવભૂત નથી. સમજી ગયા. પરનો પ્રતિભાસ થાય છે તો પણ એમાં મલિનતા કિંચિત્માત્ર પણ આવતી નથી. પણ એ પ્રતિભાસ થાય છે. મિથ્યાત્વાદિ પરિણામોનો પ્રતિભાસ થાય છે. સમ્યક્દર્શનનો પણ પ્રતિભાસ થાય છે, મોક્ષનો પણ પ્રતિભાસ થાય છે. પણ એ જે સાપેક્ષ પરિણામ છે એનો માત્ર પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છે એની સ્વચ્છતામાં પણ એ ભાવો સ્વાંગ છે. એ સ્વભાવભૂત નથી.
જેનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એ સ્વચ્છતા એ તો જ્ઞાનની પર્યાય છે. એ કાંઈ મિથ્યાત્વની પર્યાય નથી. નિગોદમાં હતો ત્યારે મિથ્યાત્વ હતું, તો પણ મિથ્યાત્વના પરિણામ છે ભૂતકાળમાં ગયા એનો પ્રતિભાસ રહી ગયો, મિથ્યાત્વ તો વધુ ગયું-મિથ્યાત્વ તો રહેતું નથી પણ એનો પ્રતિભાસ રહી જાય છે. એવી રીતે સાધક એવી રીતે પરમાત્મા. બધાનો પ્રતિભાસ અત્યારે એમાં થઈ ગયો છે. નવો કાંઈ થવાનો છે જ નહિ. એટલે એમાં ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ થાય છે. આત્મા અકર્તા છે એમ પણ એમાં સિદ્ધિ થાય છે. કોઈ પરિણામને કોઈ જીવ ફેરવી શકતો નથી. નિશ્ચિત છે પરિણામ. જે કાળે જે સમયે જે દ્રવ્યની જે ક્ષેત્રે જેમ થવાનું હોય પોતાના પરિણામ થયા જ કરે છે. પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે, આ સ્થિતિ છે. - હવે જે બે પ્રકારના પ્રતિભાસ થાય છે એમાં એક જીવની મેં વાત કરી. એમ બીજા જીવો અનંતા છે. એ અનંતા જીવો એકેક જીવની ભૂત-ભવિષ્યની વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતનું દ્રવ્ય એવા અનંતા દ્રવ્યો જીવના, એ પણ પ્રતિભાસ થઈ ચૂક્યો છે અત્યારે, નવો થતો નથી કાંઈ-નવું થવાનું જ નથી કાંઈ-થઈ ગયું છે. થઈ ગયું છે, એને થઈ રહ્યું છે એમ પણ કહેવાય. પણ થઈ ગયું છે, કાંઈ નવું થવાનું નથી. એવી રીતે અનંતા જીવો એકેક પરમાણું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ-છયે દ્રવ્યના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતના દ્રવ્યો. વર્તમાન જે ઉપયોગ છે પ્રગટ થાય છે એમાં એનો પ્રતિભાસ થઈ ગયો છે અત્યારે એનું નામ આખું વિશ્વ કહેવાય છે. - સ્વ અને પર પદાર્થો એના વિભાગપૂર્વક જેમ છે તેમ જ્ઞાનમાં પ્રતિભાસ થઈ ગયો છે. જ્ઞાયકભાવ એક છે એનો ઉપયોગ પણ એકાકાર એક છે. એકાકાર હોવા છતાં પ્રતિભાસની અપેક્ષાએ અનેકાકાર પણ કહેવામાં આવે છે. અનેકાકાર કહેવામાં આવે છે છતાં અનેકાકાર