________________
અનેકાંત અમૃત ઉપયોગ થયો નથી એ તો એકાકારપણું છૂટતું નથી એમાં-એવો ઉપયોગ છે. - હવે એ ઉપયોગ છે. એ ઉપયોગને જોયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. બે પ્રકારના જોયો એમાં પ્રતિભાસે છે. માટે એને જોયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. આત્મ આકાર જ્ઞાન ને જ્ઞાયકાકારજ્ઞાન એમ નહીં, જોયાકાર જ્ઞાન નામ છે પર્યાયનું હજી. એક સમયની પર્યાયમાં બે પ્રકારના પ્રતિભાસ થાય છે, એનો હવે શાસ્ત્રનો આધાર આપીને હું તમને સમજાવીશકે બે પ્રકારના પ્રતિભાસ થાય છે જડ ચેતન બધા-કોઈ બાકી નથી વિશ્વમાં.
જેમ સર્વજ્ઞ ભગવાન ત્રિકાળવેતા છે. ત્રણકાળના દ્રવ્ય, ગુણ, પર્યાયને સમયમાત્રમાં યુગપ જાણે દેખે છે. કેવળી ભગવાન જાણે દેખે છે, એમ સાધકનો જીવ હોય, નિગોદનો જીવ હોય કે અભવીનો જીવ હોય તેના ઉપયોગમાં જેમ સર્વજ્ઞ ભગવાનમાં પ્રતિભાસે છે તેમ બધું પ્રતિભાસે છે. જેટલું કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે, દેખાય છે, જણાય છે એને પ્રત્યક્ષ, એટલાં જ ભાવો સહિતના દ્રવ્યો બધા જીવોમાં પ્રતિભાસ થઈ રહ્યો છે. કાંઈ હિણું અધિક ઓછું કાંઈ છે જ નહિ, પ્રતિભાસની અપેક્ષાએ. એનું નામ શેયાકાર જ્ઞાન છે.
હવે જોયાકાર જ્ઞાન તો બધાને પ્રગટ થાય છે સમયે સમયે અહીંયા પુરુષાર્થ છે. એ શેયાકાર જ્ઞાનનું નામ સમ્યજ્ઞાન નથી. મિથ્યાજ્ઞાન નથી. એનું નામ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન નથી. એ જ્ઞાનનું નામ કુમતિ-કુશ્રુત-કુઅવધિ કાંઈ છે જ નહિં. એ તો ઉપયોગ ઉપયોગ ઉપયોગ ઉપયોગ જાણવું જાણવું જાણવું જાણવું કોને જાણવું અને કોને ન જાણવું એમાં એનો પ્રશ્ન કાંઈ છે જ નહિ. (શ્રોતા :- એટલે જોયાકાર જ્ઞાન કહો કે સામાન્ય ઉપયોગ કહો) એકાકાર એક જ વસ્તુ છે. એટલે સામાન્ય ઉપયોગ જે કહ્યો ઈ અને પછી જે જોયાકાર કહ્યું ઈ એનો ભેદ છે કે સામાન્ય ઉપયોગ કહ્યો, પછી આપણે બીજો એનો ભેદ કર્યો કે સ્વપરનો પ્રતિભાસ થાય છે. માટે એ સામાન્ય ઉપયોગનું નામ હવે ફર્યું. તેને શેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. ઉપયોગનું જ નામ શેયાકાર જ્ઞાન. (શ્રોતા :- શેયાકાર જ્ઞાન)
પહેલો ઉપયોગ હતો (શ્રોતા :- હવે ઉપયોગનું વિશેષ એ સ્વપરનો પ્રતિભાસ) એ હજી વિશેષ નથી. એ હજી સામાન્ય છે શેયાકાર જ્ઞાન, શેયાકાર જ્ઞાન શા માટે કહ્યું? કે બે પ્રકારના પ્રતિભાસ એમાં થાય છે જોયો, સ્વ અને પર, પ્રતિભાસ થાય છે માટે સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું કે એ જ્ઞાનનું નામ હવે તમે જોયાકાર જ્ઞાન લ્યો, તમને આત્માનો અનુભવ કરવાની પ્રક્રિયા હું બતાવું છું. આ જાણવામાં રોકાવાનું નથી. આ જ્ઞાયક છે અને આ ઉપયોગ છે ને એમાં બેનો પ્રતિભાસ થાય છે એનું નામ શેયાકાર જ્ઞાન છે ત્યાં સુધી તો જાણવું. હવે પ્રયોગની વાત આવે છે.