________________
૫ ૨.
અનેકાંત અમૃત
આવી ગયો એટલે જ્ઞાન પ્રગટ થયું, ઓલું જ્ઞાનને છોડી દીધું'તું. સ્યાદ્વાદી જ્ઞાનનું ગ્રહણ કરે છે. સંપૂર્ણ ઉદિત પ્રગટ થાય છે. એટલે જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાન પ્રગટ ક્યારે થયું કે એણે તત્પણે જાણ્યું તો. એટલે હું જ્ઞાનરૂપ જ છું અને ઓલો માનતો હતો કે હું શેયરૂપ છું એટલે જ્ઞાનનો નાશ થયો, એમ.
ભાવાર્થ :- કોઈ સર્વથા એકાંતી તો વખતોવખત સર્વથા શબ્દ આવશે. (શ્રોતા :કેમકે સ્યાદ્વાદ્ અધિકાર છે ને. સ્યાદ્વાદ અધિકારમાં સર્વથાનો નિષેધ છે. ભાઈ આપે કહ્યું હતું કે જયસેન આચાર્યની પંચાસ્તિકાય ટીકા) ઈ આપણે લેશું. એમાં પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી બે સપ્તભંગી ઉતારી છે. એમાં એના એમ શબ્દો છે સ્યાદ્ અને સ્વાદુએવ એમાં બેમાં ફેર પાડ્યો. સ્યાદ છે એ તો પ્રમાણ સપ્તભંગી છે અને સાવ એમાં નય સપ્તભંગી છે. હું જોઈ લઈશ પંચાસ્તિકાય કાઢીને. પંચાસ્તિકાય ઘણાં વર્ષો પહેલાં, ઘણાં વર્ષો થઈ ગયા પંચાસ્તિકાયને વાંચ્યાને. (શ્રોતા :- આ જયસેન આચાર્યની ટીકા બીજે
ક્યાંય નથી. આપની પાસે છે) છે ને મારી પાસે છે. ત્યાંની છે ને મહાવીરજીની. અમારી પાસે બે ભાગ હતા પંચાસ્તિકાયના. એ તો અમે મોકલી દીધા ત્યાં જયપુર તો ત્યાંથી પાછા જ નથી આવતા. પંચાસ્તિકાય અને પ્રવચનસારના બધાય ભાગ મેં આપી દીધાં. શીતલ પ્રસાદજીનો. પણ ઓલા મેં મારી પાસે રાખ્યા પ્રવચનસાર અને પંચાસ્તિકાય બેય છે. મહાવીરજીનું હિન્દી છે મારી પાસે. (શ્રોતા :- એમાં જયસેન આચાર્યની ટીકા છે ?) હાં. જયસેન આચાર્યની છે ને. (શ્રોતા - અને એમાં હિન્દી છે?) હા. હિન્દી છે. (શ્રોતા :એની હિન્દી છે કે સંસ્કૃત ટીકા છે?) હિન્દી ! સંસ્કૃત ને હિન્દી બેય. અને તમને ન આપી હોય તો જોઈ લઈશ હું. જોવું છે અટાણે, જોઈ લ્યો ને. (શ્રોતા :- મને એક મિનિટ લાગશે.) જોઈ લ્યો વાંધો નહીં જોઈ લ્યો, જો તમને મેં આપી જ દીધી હોય તો જુદી જ વાત છે. (શ્રોતા :- પછી એમાંથી કાઢી લેશું) હા.
અનેકાંત તો અમૃત છે. જેમ જેવી રીતે વૈદ્ય વિષને પણ કેળવીને ખાય તો મરણ ન થાય એમ એક અનેકાંત વાક્ય છે. એક અનેકાંતને સમજીને અપનાવે તો અનુભવ થાય. સમજ્યા વિના મરણ થઈ જાય, ઝેર છે અનેકાંત. અનેકાંતના અર્થ તો બે થાય ને. દ્રવ્ય ગુણ પર્યાય સહિત અનંત ધર્માત્મક આખો પદાર્થ ઈ અનેકાંત છે. મોસંબી અનેકાંત છે પણ મોસંબી ખવાય નહીં. મોસંબીમાં ભેદજ્ઞાન કરવું જોઈએ. એ અનેકાંત છે. ત્યારે રસ પીવાય, છોતરા નાખી દેવાય અને પહેલા તો એ છ જાતના ફુટ હતાં. એમાંથી છએ જાતનાં મોસંબીના ઢગલાં હતાં પણ મોસંબીમાં મોસંબીઓ ન લીધી, મોસંબી લીધી એક. કેમકે જીવો તો અનંત છે ને એટલે એમાંથી એક લીધું અને પછી એમાંથી ભેદજ્ઞાન કર્યું. પહેલાં