________________
૫O
અનેકાંત અમૃત
વિડીયો પ્રવચન નં - ૧૯૬, સળંગ પ્રવચન નં. ૪
કળશ - ૨૪૮-૨૪૯ તા. ૨૮-૧૧-૮૯
શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. એનો પરિશિષ્ટ સ્યાદ્વાદનો અધિકાર પાનું ૬૧૩ છે. અહીં નીચે પ્રમાણે ૧૪ ભંગોના કળશરૂપે ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છે. પ્રથમ પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે. એટલે તનો પહેલા પછી અતનો આવશે. भवन्ति चात्र श्लोका :
(શાર્વવિદિત). बाह्याथै : परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररुप एव परितो ज्ञानं पशो: सीदति । यत्तत्तत्तदिह स्वरुपत इति स्यावादिनस्तत्पुन
•रोन्मनधनस्वभावभरत: पूर्ण समुन्मजति ॥ २४८ ॥ (પ્રથમ, પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થઃ-(વાઢ-અર્થે પરિવતન) બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, (ઉષ્ણત-નિન-પ્ર-િરિમવા) પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથીખાલી (-શૂન્ય) થઈ ગયેલું, (રિત:પરáવિશાન્ત) સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું(Gશો:જ્ઞાન) પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) (રીતિ) નાશ પામે છે; ( નિ:તતપુન:) અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, (‘યત તા તરફ જતઃ ત’ ત્તિ) “જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વનેવસ્તુને સ્વરૂપથી તત્પણું છે)” એવી માન્યતાને લીધે, (દૂ-નન-ધન-માવા-મરત:) અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, (પૂર્ણ સમુન્નતિ) સંપૂર્ણ ઉદિત (પ્રગટ) થાય છે.
ભાવાર્થ:- કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જોયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જોયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.
આ પ્રમાણે સ્વરૂપથી તપણાનો ભંગ કહ્યો. ૨૪૮.