________________
૪૯
અનેકાંત અમૃત આવ્યું ને. તમે પર્યાયનો ત્યાગ ન કર્યો. જો એમ કીધું હોત કે પર્યાયને જાણતા પર્યાયદૃષ્ટિ થાય તો તેણે પર્યાયનો ત્યાગ કરી નાખ્યો. તમે ત્યાગ ન કર્યો. પર્યાયનું લક્ષ છોડ્યું. પર્યાય રાખી. પર્યાય રાખી જ્ઞાનના જોયમાં. (શ્રોતા :- સ્યાદ્વાદી છે ને સાંખ્યવાદી નથી) ઈ વખતે પણ સ્યાદ્વાદી જ હતો. આ તો વિશેષ ખુલાસા માટે. બાકી એને તો સ્પર્શ થઈ ગયો તો. (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે, ત્યારે તે જ્ઞાનમાત્રભાવનું) જ્ઞાન વિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો નિત્યપણું ને અનિત્યપણું તે હું-અનેકાંત જ તેને પોતાનો નાશ પામવા-કરવા દેતો નથી.
અહીં તત્ અતના બે ભંગ, એક અનેકના બે ભંગ, સત્ અસના, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આઠ ભંગ અને નિત્ય અનિત્યના બે ભંગ એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે. અર્થાત એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી. સ્વરૂપમાં પરિણમતો નથી. સ્વરૂપે પરિણમતો જ નથી અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે. જણાય છે. સ્વરૂપમાં પરિણમે છે.
બેન ! આ જ્ઞાન ને શ્રદ્ધા એ બે વિષયને જુદા પાડશે ત્યારે સમજાશે. ત્યારે ચોખ્ખું થાશે, નહિંતર નહીં સમજાય. ગોટાળો થઈ જાશે. જગતે જોયને જ ધ્યેય બનાવ્યું છે. પરિણામી દ્રવ્યને જ આત્મા માન્યો છે. (શ્રોતા :- ક્રમભંગ કર્યો છે) ક્રમભંગ કર્યો છે. અસ્તિનાસ્તિ અનેકાંત અહિંથી ઉપાડવું જોઈએ. પછી અસ્તિનાસ્તિ અનેકાંતનું જ્ઞાન થાય તો પરથી છૂટો પડી જાય. (શ્રોતા :- આ ભાઈ એટલું બધું અદ્ભત રહસ્ય બહાર આવી ગયું. દૃષ્ટિપ્રધાન અનેકાંત ને જ્ઞાનપ્રધાન અનેકાંત) અનેકાંતની બે વ્યાખ્યા છે. અત્યારે જ્ઞાનપ્રધાન અનેકાંતની વાત છે. સમયસારની ૬ઠ્ઠી ગાથામાં દૃષ્ટિપ્રધાન અનેકાંતની વાત છે. (શ્રોતા :- બહુ સ્પષ્ટ થઈ જાય છે વિષય) આ અનેકાંતનું સ્વરૂપ જે આવ્યું છે ને ઈ બહુ સારું આવ્યું છે. એકદમ ફલો આવ્યો અંદરથી. પછી આપણે ચોખવટ કરીને કે અંદરમાં અતભાવરૂપ છે અભાવ. ઓમાં તો સર્વથા અભાવ. (શ્રોતા :- આપ તો બહુત વિસ્તાર કરો છો.) અમે તો એ વાતનો વિચાર કરતા હતા તો બહુ વિસ્તાર થઈ ગયો.
--
@