________________
અનેકાંત અમૃત
૫૯
(શારીડિત) विश्वं ज्ञानमिति प्रतळ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशु: पशुरिव स्वच्छन्दमाचेष्टते । यत्तत्तत्पररुपतो न तदिति स्याद्वाददर्शी पुन
विश्वाद्विन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ॥ २४९॥ શ્લોકાર્થઃ- (પશુ:) પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, (‘વિષ્ય જ્ઞાનન’ તિ પ્રત) વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થો આત્મા છે)” એમ વિચારીને (સવ તસ્વ-ભાશયાણા) સર્વને (-સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને (વિશ્વના:
વા) વિશ્વમય (-સમસ્ત જ્ઞયપદાર્થમય) થઈને, (૫: પુત્ર વિશ્વન બાત) ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે; (પુન:) અને (ચાલશ) સ્યાદ્વાદદર્શી તો (-સ્યાદ્વાદનો દેખનાર તો), (‘યત તત સત પરરુપત: તત્ત’ તિ) “જે તત્ છે તે પરરૂપથી તતુ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તપણું હોવા છતાં પરરૂપથી અતાણું છે)” એમ માનતો હોવાથી (મ્બિર મન વિશ્વ-વિશ્વરિત) વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત શેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેય વસ્તુથી ભિન્ન એવા (તચસ્વતરરંપૂરા) પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
ભાવાર્થ - એકાંતવાદી એમ માને છે કે-વિશ્વ (-સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેકવિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતસ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, પરંતુ પર શેયોના સ્વરૂપથી અતસ્વરૂપ છે અર્થાત્ પર શેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો. ૨૪૯
શ્લોકાર્થ :- પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી. આહાહા ! જુઓ-સર્વથા એકાંતવાદી અજ્ઞાની વિશ્વ જ્ઞાન છે અર્થાત સર્વ જ્ઞેય પદાર્થો આત્મા છે એટલે આખો આત્માયે ગયો દ્રવ્ય ગુણ પર્યાયવાળું આખું પ્રમાણનું દ્રવ્ય વહી ગયું. (શ્રોતા :- કેમકે પરદ્રવ્યરૂપ પોતાને માન્યું.) જો ખડી ભીંતને સફેદ કરે તેમ માને તો ખડી ગાયબ થઈ ગઈ તેનો વિચ્છેદ થઈ ગયો. તેમ હું પરને જાણું છું તેમાં આત્માનો નાશ થઈ ગયો. આ વાત એ સેટીકાની ગાથામાં