________________
४४
અનેકાંત અમૃત હવે સત્ અસત્નો બોલ આવે છે. બે બોલ થયા. તત્વ-અત૮, એક-અનેક અને હવે સ-અસતુ. જ્યારે આ જ્ઞાનમાત્રભાવ, જ્ઞાનમાત્ર પર્યાય નહીં, જ્ઞાનમાત્ર દ્રવ્ય નહીં, ‘જ્ઞાનમાત્ર ભાવ” ભાવમાં બે આવી ગયા. પરિણામી દ્રવ્યની વાત છે ને ! જ્ઞાનમાત્રભાવ જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યરૂપે માનીને અંગીકાર કરીને નાશ પામે છે. પરદ્રવ્ય જ્યાં જણાયું ત્યાં પરદ્રવ્ય મારું. ત્યારે તે (જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સતપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. - જ્યારે આ જ્ઞાનમાત્રભાવ જાણવામાં આવતાં એવા પરદ્રવ્યો, જોયું, સ્વદ્રવ્ય નહીં, પદ્રવ્યોના પરિણમનને લીધે, જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને નાશ પામે છે. હું પરદ્રવ્ય સ્વરૂપે થઈ ગયો. જ્યાં દેહ જણાયો ત્યાં હું દેહરૂપ થઈ ગયો એમ. એ ખોટું છે. હવે કોણ એને બચાવે ? અનેકાંત બચાવે. સ્વપણે છું ને પરપણે નથી. (શ્રોતા :જ્ઞાનપણે છું ને શરીરપણે નથી) ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વદ્રવ્યથી સતપણું, અસ્તિપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. હવે અસનો બોલ. સત્ અને અસતુનો બે છે ને.
વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ, સર્વ દ્રવ્યો હું જ છું. (અર્થાત સર્વ દ્રવ્યો આત્મા જ છે) આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એમ ચાર લ્ય છે. પહેલા દ્રવ્યની વાત કરે છે. વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ, સર્વદ્રવ્યો હું જ છું. (અર્થાત્ સર્વે દ્રવ્યો આત્મા જ છે) એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) પદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકો હું મારાથી પરદ્રવ્યપણે થઈ ગયો. ખોટી વાત છે. તો કહે પરદ્રવ્યની તો તારામાં નાસ્તિ છે-અસત્ છે તારામાં છે નહીં. (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.
જો આની અંદર પણ ભેદજ્ઞાનથી સિદ્ધિ કરે છે. આ અનેકાંત પણ ભેદજ્ઞાન છે. ઓલું અંદરનું અનેકાંત પણ ભેદજ્ઞાન છે. આમાં પરથી જુદું પાડે છે પ્રમાણ, પ્રમાણ પરથી જુદું પાડે. ત્યારે પ્રમાણજ્ઞાનનો વિષય દ્રવ્ય થઈ જાય. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને સ્વભાવ. પરિણામી દ્રવ્ય સ્વદ્રવ્ય થઈ જાય અને એનાથી આખું લોકાલોક ભિન્ન છે તેની મારામાં નાસ્તિ છે એ પરદ્રવ્ય છે એમ. એ અનેકાંતમાં દ્રવ્યપર્યાય સ્વરૂપ આનીકોર આવી જાય અને પરદ્રવ્ય ભિન્નરૂપે દેખાય. એટલે પરદ્રવ્યની સાથે એકતાબુદ્ધિ છૂટી જાય એમ.
પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.) સ્વદ્રવ્યપણે પણ છું ને