________________
૧ ૬
અનેકાંત અમૃત બસ. અમારી સ્વતંત્રપણે વિચાર કરવાની ટેવ છે. (શ્રોતા :- એટલે જ તો આટલું બધું કાઢી શકો છો) મારી પદ્ધતિ પાઠ પ્રમાણે આચાર્યની હારે ચાલવાની છે. બેન ! એટલે તો નીકળે છે. (શ્રોતા :- પક્ષ નથી કોઈ વાતનો) પક્ષ નથી. (શ્રોતા :- વિશાળબુદ્ધિ ને મધ્યસ્થતા) મધ્યસ્થતા. અવિભાગ પાછું રાખ્યું છે એમાં, વિભાગ નથી એટલે. એક દ્રવ્ય અને એવો અવિભાગ દ્રવ્યમાં. એમાં ને એમાં ભેદ કરો તો ગુણો અનંત અને પર્યાય પણ અનંત એવું છે. બે બોલ થયા. તત્ અતતું અને એકઅનેક.
(શ્રોતા :- એ એક કેટલું સરસ એક અનેકમાં બહુ સરસ) ચમત્કારીક (ચમત્કારીક) એ પર્યાયો શબ્દ લખ્યા છે એટલે જ જીવ ભૂલી જાય. (શ્રોતા :- ભેદો છે) ભેદો. (શ્રોતા :સહવર્તી અને ક્રમવર્તી બેય લીધાને) લીધા ને એટલે. (શ્રોતા :- ગુણ પર્યાય બંને) ગુણોને પણ ભેદથી પર્યાયનો વિષય કહ્યો. પર્યાય કહો કે ભેદ કહો. આહાહા ! એક અનેક સ્વરૂપે છું. આનું નામ નિશ્ચય વ્યવહાર છે અંદરનું સ્વપપ્રકાશક આ અંદરનું છે બધું.
હવે પોતાના સતઅસતુ. આપણે ઉતાવળ નથી. આ બોલ એકઅનેકનો ક્લીયર થઈ ગયો પછી જ આગળ વધીએ. તતુ અતમાં તો સીધું જ છે. આત્મા જ્ઞાન સ્વરૂપે છે ને શેય સ્વરૂપે નથી એમ. પછી આગળ આવશે કે શેયના જ્ઞાન સ્વરૂપે છે ઈ આવશે. આખું જ્યારે લ્યોને તમે ત્યારે. અત્યારે તો આ એક-અનેક સહવર્તી ગુણ અને ક્રમવર્તી પર્યાય એનાથી અભેદ, જુઓ એકરૂપે છે. આત્મા અને એક અવિભાગ આખું દ્રવ્ય, તેનો જ ભાગ પાડો ભેદથી તો આત્મા અનેકરૂપ દેખાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય એવી પર્યાયો એવા ધર્મો અનેકરૂપે દેખાય છે. આહાહા ! આશ્ચર્યકારી છે. આચાર્ય ભગવાન કહે છે કે આ વસ્તુ આશ્ચર્યકારી છે. જગતને આ સ્યાદ્વાદનું સ્વરૂપ સમજાતું નથી. - આચાર્ય! તમે એક પણ કહો છો? કે હા. અનેકરૂપે આત્મા છે? કે હા ! તો અનેકરૂપે જો જાણશો તો પછી પર્યાયદષ્ટિ થશે અને એકરૂપે જાણશો તો સાંખ્યમત આવશે. નિશ્ચયાભાસી થશો, તો કે નહીં. આહાહા! આખો વિષય જ્ઞાનનો છે, સમ્યકજ્ઞાનનો વિષય છે આ. મિથ્યાજ્ઞાનનો વિષય નથી. સમ્યકજ્ઞાનનો વિષય છે સ્યાદ્વાદનો, આપણે આવી ગયું છે ને. આ સ્યાદ્વાદનો જન્મ અનુભવમાં થાય છે. અનુભવ છે તો સમ્યકજ્ઞાન થયું કે નહીં. આપણે જામનગરમાં શું કહ્યું. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ પણ આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ. એકઅનેકને જાણે છે ઈ આ. આત્મા એકરૂપે છે? કે હા. આત્મા અનેકરૂપે છે? કે હા. એકની વ્યાખ્યા કરો. કોઈ કહે એકની વ્યાખ્યા કરો. અનંત ગુણ, અનંત પર્યાય, અનંતધર્મ અભેદ આત્મા એકરૂપ. અરે તમે ક્યાંથી, કેમ બોલો છો આવું. એવું સ્વરૂપ છે. ખેંચતાણનો વિષય નથી.