________________
૩૦.
અનેકાંત અમૃત ભેદથી જોવાથી તો પરિણામરૂપે જોતાં તો અનિત્યપણું લાગશે ને !) હાં. પરિણામની અપેક્ષાએ અનિત્યપણું છે. એક સમયની મર્યાદાવાળા, અને પરિણામીની અપેક્ષાએ નિત્યપણું છે. પરિણામીમાંથી પરિણામ જુદું પાડો. પરિણામી તે દ્રવ્ય છે. અનાદિ અનંત અનાદિ નિધન પરિણામીપણું. હવે એ પરિણામીમાંથી એક સમયની પર્યાયના મર્યાદાવાળો જુઓ તમે, તો આત્મા અનિત્ય દેખાય છે. અને એ ભેદ કાઢી નાખો, એક સમયની મર્યાદાવાળો તો પરિણામીપણું નિત્ય છે.
(શ્રોતા :- આ બધું નિત્ય અનિત્ય બધું પરિણામી દ્રવ્ય વચ્ચે છે) પરિણામીમાં છે. (શ્રોતા:-પરિણામી ને પરિણામ વચ્ચે છે) હાં. પરિણામી ને પરિણામ વચ્ચે છે. અપરિણામી તો સુરક્ષિત છે. અહીંયા જોયપ્રધાન છે. (શ્રોતા :- શેયપ્રધાન ભાઈ ! આપે કીધું કે આત્મામાં ચાવડ્વાદનો અભાવ છે અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદ છે આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદની વાત ચાલે છે) આત્મજ્ઞાન પ્રગટ થયું છે. આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદ છે. બસ ! (શ્રોતા :જ્ઞાનમાં સ્યાદ્વાદ છે) આત્મા નિત્ય અનિત્યરૂપ ક્યાં છે? આત્મા તો ત્રિકાળ નિત્યરૂપ છે. અનિત્ય છે જ નહીં એનામાં ઉપાદેય ત વમાં. (શ્રોતા :- એ તો અલગ છે. એ તો અંદર છે. એ તો સુરક્ષિત છે. અત્યારે તો શેયની વાત ચાલે છે) શેયની વાત છે પરિણામીની. પરિણામી અને પરિણામ. પરિણામી તો નિત્ય છે અને એક સમયની પર્યાયથી જુઓ તો દ્રવ્ય અનિત્ય છે. બીજું બીજું બીજું દેખાય છે. ઓલું તેનું તે તેનું તે તેનું તે તેનું તે દેખાય છે. પરિણામી જુઓ તો તેનું તે તેનું તે છે પરિણામથી જુઓ તો બીજું બીજું બીજું દેખાય છે. આત્મા બીજો દેખાય છે. (શ્રોતા :- સાચું છે. આ વાત કેવી સહેલી નથી કાંઈ?) ના સહેલું નથી હોં. જો પેલો પક્ષ થઈ ગયો હોય તો સહેલું નથી. પક્ષ ન હોય મધ્યસ્થ હોય તો સહેલું છે. આપણે વાત કરીને પરિણામી દ્રવ્ય ક્યારથી થયો? સમ્યગ્દર્શન થયું ત્યારથી ? પહેલાં અપરિણામી હતો એમ છે? પણ તમે મને બતાવો ! (શ્રોતા :- ના એમ નથી)
આપણા ન્યાયમાં આવ્યું છે. આત્મા જ્ઞાનરૂપે અનાદિથી પરિણમી રહ્યો છે. પોતે પોતાને જાણવારૂપે પરિણમી રહ્યો છે. તો પરિણામી દ્રવ્ય થયો કે નહીં? (શ્રોતા :- બરાબર ! પરિણામી દ્રવ્ય છે ને અનાદિ અનંત છે પરિણામી) છે ! (શ્રોતા :- એ સ્વભાવ છે.) એ પરિણામ જો સ્વઆશ્રિત આવે તો વીતરાગતા ને પર આશ્રિત હોય તો (વીતરાગતા નહીં). (શ્રોતા :- આ પરિણામના બે વિશેષ છે) બે પરિણામના વિશેષ છે. પરિણામ તો સામાન્ય છે. એ તો સ્વભાવ છે, ઉત્પાદવ્યય તો સ્વભાવ છે. ઉત્પાદવ્યય સુખદુઃખનું કારણ નથી. (શ્રોતા :- એમાં પ્લસ થાય છે એ સુખ-દુઃખનું કારણ છે)
(શ્રોતા :- અમે નિત્ય અનિત્યમાં દૃષ્ટિના વિષય અને જ્ઞાનના વિષય એમ બેને મેળવીને