________________
અનેકાંત અમૃત શેયમાં જાય નહીં.
સ્વજ્ઞેય છે ને એ. દ્રવ્યપર્યાય બેયનું જ્ઞાન તમને હતું. દ્રવ્યના જ્ઞાનપૂર્વક પર્યાયનું જ્ઞાન થાય છે અનેકાંતનું. તો એમાં દોષ ક્યાંથી (હોય). એ તો સ્વભાવ છે. (શ્રોતા :- એ તો જ્ઞાનનો ગુણ છે) ગુણ છે. દોષ નથી. (શ્રોતા :- જ્ઞાનનો ગુણ છે એ તો બરાબર !) અને કથંચિત્ ભિન્ન તો પરિણામ આવ્યું. (શ્રોતા :- કથંચિત્ ભિન્ન અભિન્ન તો પ્રમાણ આવી ગયું એ તો છે જ.) કચિત્ અભિન્નમાં પર્યાય આવી એટલે આખું પરિણામી આવી ગયું ને ? કથંચિત્ ભિન્ન એટલે પરિણામીમાંથી પરિણામ ભિન્ન છે. પરિણામી અને પરિણામ. (શ્રોતા :- પરિણામી ને પરિણામ) પરિણામ, પરિણામી ને પરિણામ.
=
=
(શ્રોતા :- આ સ્યાદ્વાદનો વિષય છે. સ્યાદ્વાદ અપરિણામીને તો અડતો જ નથી) એનો વિષય જ નથી. (શ્રોતા :- કેમ કે અભાવ છે ને ! આત્મામાં તો સ્યાદ્વાદનો અભાવ છે. સ્યાદ્વાદ તો આત્માને અડતો જ નથી. સ્યાદ્વાદ તો પરિણામી ને પરિણામને અડે છે. જાણે છે ) જાણે છે બસ ! બરાબર છે. એવું જ છે (શ્રોતા :- આ નવી વાત છે ભાઈ ! આ સ્યાદ્વાદ છે તે પરિણામી અને પરિણામને જાણે છે એનું નામ સ્યાદ્વાદ, દૃષ્ટિનો વિષય દૃષ્ટિમાં આવી ગયો છે) એ તો અપરિણામી છે. (શ્રોતા :- એ તો અપરિણામી છે) ત્યાં પરિણામી નથી ને પરિણામ પણ નથી ત્યાં. (શ્રોતા :- ત્યાં પરિણામ પણ નથી) તે પરિણામી પણ નથી અને તે ચીજમાં પરિણામ પણ નથી. પરિણામની તો નાસ્તિ છે. અનાદિ અનંત પ્રમત અપ્રમતની. (શ્રોતા ઃ- એટલે તો આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે.) અભાવ એટલે અભાવ. (શ્રોતા :- પરિણામનો ને પરિણામીનો અભાવ છે) બેયનો અભાવ છે. જ્ઞાનમાં પરિણામી ને પરિણામનો સદ્ભાવ છે. (શ્રોતા :- આ શું થાય છે પણ ? કેટલું બધું ખુલ્યા કરે છે પણ ? અમે તો લખીને પરેશાન છીએ.)
=
વિડીયો પ્રવચન નં. ૧૯૫, સળંગ પ્રવચન નં. ૩ તા. ૨૦/૧૧/૮૯
૩૯
જુઓ આમાં ઉપર જે મથાળું બાંધ્યું છે ને. તેમાં આખા પ્રમાણનું દ્રવ્ય કહેવા માંગે છે. સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, સર્વ પદાર્થો પોતાની અપેક્ષાએ એકપણું અભેદ છે અને દ્વૈતનો નિષેધ કરવો અશક્ય,