________________
४०
અનેકાંત અમૃત એટલે બીજા પદાર્થો નથી એમ નિષેધ ન કરી શકાય. બીજા પદાર્થો પણ છે. આત્મા પણ છે અને બીજા પદાર્થો પણ છે.
સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે. બે પદાર્થ સ્વ અને પર જગતમાં છે એમ સિદ્ધ કર્યું. એટલે આખું પ્રમાણનું દ્રવ્ય લ્ય છે, સમજી ગયા. અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી, ઉત્પાદવ્યયધુવયુક્ત સમાં ટકે છે. એમાં એ ટકે છે ઈ એનો પ્રવર્તતી એનો સ્વભાવ છે અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી, આપણે પ્રમાણની વાત કરી હતીને, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ભિન્ન છે. દરેક વસ્તુમાં બને ભાવો રહેલા છે. ક્યાં? જ્યારે આ જ્ઞાનમાત્રભાવ આત્મા, જ્ઞાનમાત્રના બે અર્થ (જ્યાં જે યોગ્ય હોય તે સમજવું.) છે. - જ્ઞાનમાત્રભાવ આત્મા શેષ બાકીના ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતાશેયના સંબંધને લીધે અને અનાદિ કાળથી યોના પરિણમનને લીધે એક જ્ઞાતા-શેયનાં સંબંધને લીધે અને અનાદિકાળથી તે શેયોનાં પરિણમનને લીધે બે વાત લીધી. જ્ઞાન તત્ત્વને પરરૂપે માનીને, શેયના પરિણમનને પોતાનું પરિણમન માને છે અર્થાત જ્ઞયરૂપે અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું, હવે વિષય આપણો આવ્યો, તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી, સ્વરૂપ નહિ, સ્વ-રૂપથી જ્ઞાનરૂપથી તપણું પ્રકાશીને અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અર્થાત્ થયો થકો અનેકાંત જ સ્યાદ્વાદ જ) તેને ઉદ્ધારે છે. નાશ થવા દેતો નથી.
શેયનું પરિણમન ભલે હો પણ એ શેયની મારામાં નાસ્તિ છે. હું તો જ્ઞાનરૂપે છું, શેયરૂપે નથી. એ જોયનું પરિણમન મારામાં આવતું નથી, મારાથી જુદું છે. એક વાત કરી તપણાની.
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ખરેખર આ બધું આત્મા છે એમ અજ્ઞાનતત્ત્વને સ્વરૂપે જ્ઞાનરૂપે માનીને, અજ્ઞાનતત્ત્વ એટલે પર પદાર્થો છે એ દ્રવ્ય સ્વરૂપે (અજ્ઞાનરૂપે) માનીને અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે, કે વિશ્વ છે તે જ હું છું. વિશ્વમય હું થઈ ગયો એમ છે. જુદો એનાથી ભાસે છે વિશ્વમય, સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરી જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને પોતાનો (જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી.