________________
૧
૯
અનેકાંત અમૃત એક જ રહ્યો. લક્ષ ઉપરાંત. (શ્રોતા :- તો લક્ષ તો ધ્યેય ઉપર જ છે ત્રિકાળ જ્ઞાયક અભેદ ઉપર જ છે.) હા. જ્ઞાનનું પણ લક્ષ અભેદ ઉપર છે. જાણેલાની પ્રતીતિ થાય છે. પણ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ હોવાને કારણે એ સામાન્યને પણ જાણે અને સામાન્ય વિશેષાત્મક આખા પદાર્થને પણ જાણે.
(શ્રોતા :- સામાન્યને તો ભાઈ લક્ષપૂર્વક જાણે છે પણ સામાન્ય વિશેષાત્મક આત્મા જે શેય થયો તેને લક્ષપૂર્વક જાણે છે?) ના. ના. ના. (શ્રોતા:- શેય તરીકે આવે છે અભેદ જોય તરીકે) અભેદ જ્ઞય તરીકે, આપણે ધ્યેયપૂર્વક જે શેયની વાત કરી છે એ અપૂર્વ વાત છે (શ્રોતા - ભાઈ એમાંથી તો ઘણું નીકળશે એવું લાગે છે) ઘણું નીકળશે, પાર વગરનું નીકળશે. કેમ કે આ તો શેયની વાત આવીને. ધ્યેયપૂર્વક જોય કેવું થયું કે ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ એક, ઈ પણ એકને શ્રદ્ધયું અને એકને એકપણે જાણ્યું અને એકને અનેકપણે પણ જાણ્યું અને એકને એકઅનેકપણે પણ જાણું. એકને એકપણે જાણ્યું, એકને અનેકરૂપે જાયું અને એકને એકઅનેકરૂપે જાણ્યું. તાકાત છે ને સવિકલ્પ સ્વભાવ છે. શ્રદ્ધાનો વિષય એક જ છે એનો. એકઅનેક ને એક એવું કાંઈ છે જ નહીં. (શ્રોતા :- એવું કાંઈ છે જ નહીં આમાં) જ્ઞાનમાં ઈ બધું છે. (શ્રોતા :- આ બધું જ્ઞાનના વિષયનું વર્ણન છે) આ બધું જ્ઞાનનું વર્ણન છે. (શ્રોતા :- ને ઈ બધું લક્ષ વગર જ્ઞાનમાં જણાય છે) લક્ષ વગર જણાય જાય લક્ષ તો ફરતું જ નથી.
અને જેટલું જણાય છે એટલું ઉપાદેય છે કાંઈ? (શ્રોતા:- નહીં) તો પછી ઉપાદેય તત્ત્વ તો એક જ જણાય ને લક્ષપૂર્વક તો. (શ્રોતા :- લક્ષમાં એક જ જણાય અને લક્ષ વગર ઘણું જણાય છે અને લક્ષપૂર્વક એક જ જણાય છે) એક સતી સ્ત્રી છે સીતાજી, દાખલો આપું છું. એના પતિ રામચંદ્રજી છે ક્ષાયિક સમ્યક્રદૃષ્ટિ, સીતાજી પણ ક્ષાયિક સમ્યદૃષ્ટિ. બેય સમ્યદૃષ્ટિનો દાખલો લઈએ છીએ. હવે ઈ રામચંદ્રજીને તો લક્ષપૂર્વક જાણે છે. લવ-કુશને તો લક્ષ વગર જાણે છે. પતિ તો એક જ છે ને આ પતિની પ્રજા છે. પ્રજા પર લક્ષ ન હોય. (શ્રોતા :- જ્ઞાન હોય પણ લક્ષ ન હોય) જ્ઞાન તો છે કે નહીં. એટલે જ્યાં જ્ઞાન હોય ત્યાં લક્ષ હોય એવું નથી. જ્યાં લક્ષ હોય ત્યાં તો જ્ઞાન હોય પણ જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં લક્ષ એમ નથી, સમવ્યાપ્તિ નથી. આ દાખલો આપ્યો.
રામ અધિક છે કે લવ-કુશ. (શ્રોતા :- રામ) બેય સમ્યગ્દષ્ટિનો દાખલો. લવ-કુશને જાણે છે ત્યારે રામનું લક્ષ છૂટી જાય છે? (શ્રોતા :- નહીં. એના લક્ષ વિના તો એનું જ્ઞાન પણ નથી થાતું) તો એમ છે. આ રામના પુત્ર છે એમ કહે છે ઈ. રામ છે તો પુત્ર છે. મારો રામ. આ દાખલો છે. એમ જ્ઞાયક, મારો જ્ઞાયક અને એના આશ્રયે બધી પર્યાયો પ્રગટ