________________
૨ ૪
અનેકાંત અમૃત દૃષ્ટિ છૂટ જાતી હૈ) છૂટ જાતી હૈ (શ્રોતા - તબ દ્રવ્ય-પર્યાય કા જ્ઞાન હો જાતા હૈ) હો જાતા હૈ! (શ્રોતા :- Most Important Point છે!)
આ પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં એ બે વાત આમાં આવી
ગઈ
(શ્રોતા :- બે વાત આવી ગઈ) આવી ગઈ ને ! પ્રમાણની બહાર જવું નહીં એટલે એકતા થાય નહીં. અને પ્રમાણમાં અટકવું નહીં એટલે પર્યાયમાં એકતા ના થાય. પ્રમાણમાં અટકે તો? (શ્રોતા - પર્યાયથી એકત્વબુદ્ધિ થઈ જાય) હાં.....અને પ્રમાણની બહાર જાય તો? (શ્રોતા :- પરથી એકત્વબુદ્ધિ થઈ જાય) હાં...જોયું? પ્રમાણની બહાર જાય તો પરથી એકત્વ અને પ્રમાણમાં અટકે તો? રાગથી એકત્વ. પ્રમાણની બહાર જાવું નહીંને પ્રમાણમાં અટકવું નહીં એ અસાધારણ છે સૂત્ર. એ લખજો એમાં મેં કહ્યું એ પ્રમાણે.
પ્રમાણમાં અટકેલો જીવ નિશ્ચયનય વડે પર્યાયનો નિષેધ કરી શકતો નથી. (શ્રોતા :નથી કરી શક્તો. કેમકે પ્રમાણમાં તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આવે ને !) એને ઉપાદેય માને છે. એમાં પર્યાયનો નિષેધ આવ્યો નહીં. દ્રવ્યના આશ્રય વિના પર્યાયનો નિષેધ ન થાય. પર્યાયનો નિષેધ ન થાય તો એકત્વ તૂટે નહીં. જ્ઞાતા થાય નહીં. કર્તબુદ્ધિ રહી જાય. (શ્રોતા :- પ્રમાણમાં અટકે તો પ્રમાણનું દ્રવ્ય ઉપાદેય થઈ જાય) ઉપાદેય થઈ જાય છે. અને પર્યાયને-દ્રવ્યની એકતા. પ્રમાણમાં અટકે તો દ્રવ્ય પર્યાયની એકતા અને પ્રમાણની બહાર જાય તો પરદ્રવ્ય ને સ્વદ્રવ્યની એકતા. એ મેઈન ચીજ છે બે. (શ્રોતા :- બરાબર ! આ સૂત્રમાં બે વાત આવી જાય છે પરથી ભેદજ્ઞાન થાય છે ને પરિણામથી ભેદજ્ઞાન થાય છે.) ભેદજ્ઞાન થાય છે બસ ! સૂત્ર છે “પ્રમાણની બહાર જાવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં' મોટા ભાગના જીવો તો પ્રમાણની બહાર જ છે. થોડા જીવ પ્રમાણમાં આવ્યા હોય તો અટકી જાય. બસ !
(શ્રોતા :- આહાહા ! અદ્ભુત વાત છે ભાઈ આ. એક સૂત્રમાં પરથી ભિન્નતા ને પર્યાયથી ભિન્નતા થઈ અને ખરેખર પર્યાયથી ભિન્નતા થાય ત્યારે જ ખરેખર પરથી ભિન્નતા સાચી સિદ્ધ થાય.) પર્યાયની એકતા તો આખા લોકાલોકની એકતા. કેમકે પર્યાય પોતે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની એકતા. પર્યાય તો નામ છે બાકી પરદ્રવ્ય છે (શ્રોતા:પર્યાય તો નામ છે બાકી તો પરદ્રવ્ય છે આહ...વાહ પ્રભુ !) છે કે નહીં. (શ્રોતા :- અમૃત ઝરે છે.)
આપણે તો આચાર્ય ભગવાનની સાથે સાથે ચાલવું. એની જરાય (આગળ પાછળ નહીં) (શ્રોતા :- પોતે આચાર્ય જેવા થઈ જાવ છો) તેમજ આચાર્ય થવાયને. તીર્થંકર થયા