________________
અનેકાંત અમૃત
૨
એવું નહીં. (શ્રોતા :- એમ નહીં, એમાં એને શું કહેવું છે ઈ ?) કહેવું ઈ છે કે એ જ્ઞેય છે આખો. ‘‘આખો જ્ઞેય એવું જણાય છે જ્ઞાનમાં’’ ફરીથી આપણે વાંચશું. આ નિત્ય અનિત્યનો બોલ સારો છે. જેમ એક અનેકનો બોલ હતો ને એવું આમાંથી જ નીકળે છે. જુઓ ! આમાંથી જ ! ઓલું છે ને બેન ! કે દ્રવ્યના વિષયની વાત ડીપોઝીટ રાખીને અથવા અનુભવ થઈ ગયેલ હોય એ અનુભવી પુરુષ એમ કહે છે કે મારું નિત્યપણું કેવું છે ? કે નિત્ય પરિણામીપણું છે. કે હું નિત્ય પરિણામરૂપે પરિણમું છું નિત્ય.
હું નિત્ય રહું છું ને પરિણામ પરિણમી જાય છે એમ નથી. હું પોતે જ પરિણમું છું અને હું પોતે કેવો પરમગું છું ? સમયે સમયે તે રૂપે તે રૂપે પરિણમું છે. એવો નિત્ય પરિણામી છું. નિત્ય અપરિણામી ને નિત્ય પરિણામી.
@
‘‘નિત્ય અપરિણામી દૃષ્ટિનો વિષય અને નિત્ય પરિણામી શૈય’' એ જો આમાંથી નીકળે છે. અનાદિ નિધન અવિભાગ એકવૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે. આખું વાંચી લઈએ એટલે ખબર પડશે અને ક્રમે પ્રવર્તતા એક સમયની મર્યાદાવાળા અનેકવૃત્તિઅંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે ‘‘આત્મા જ નિત્ય અને આત્મા જ અનિત્ય છે’’
(શ્રોતા :- એક પરિણામી આત્મામાં જ બે ધર્મો સિદ્ધ કરવા છે !) બસ ! એક સિદ્ધ કરવું છે. પરિણામીની અહીંયા વાત છે પ્રમાણની વાત છે આખી. પેલામાંય પરિણિત લીધી છે. પરિણમે છે, પરિણમે છે તો પણ નિત્ય રહેતો રહેતો પરિણમે છે. નિત્ય રહેતો રહેતો રહેતો નિત્ય એ ધારાવાહીક પરિણમે છે માટે નિત્ય પરિણામી છે. નિત્ય જેમ અપરિણામી છે એમ નિત્ય પણ પરિણામી, એ નિત્યપણે ધર્મ છે એનો કાયમ અનાદિ અનંત નિત્ય છે આત્મા પરિણામી. અપરિણામી નિત્ય અને પરિણામી પણ નિત્ય. અહીંયા પરિણામી નિત્ય છે. પરિણામી નવો નથી થતો. (શ્રોતા :- હં પરિણામી પણ નિત્ય છે ! અનાદિ નિધન છે.) ઉત્પાદ વ્યય સહિતથી ઉત્પાદ વ્યયરૂપે પરિણમે છે. ઉત્પાદવ્યયરૂપે પરિણમે છે. (શ્રોતા :- હાં. અહીં છે ઉત્પાદ વ્યયથી સહિત પણ અનાદિ અનંત છે.) અનાદિ અનંત છે.
(શ્રોતા ઃ- ને ઉત્પાદ વ્યયથી રહિત પણ અનાદિ અનંત છે) અનાદિ અનંત. (શ્રોતા :ગજબ છે ભાઈ સ્વરૂપ !) ‘‘દષ્ટિ અપેક્ષાએ નિત્ય અને જ્ઞાન અપેક્ષાએ નિત્ય.’’ (શ્રોતા:આ શું...વાતો નીકળે છે પણ !) કોઈ વાંધા નહીં. આમાંથી આપણે પહેલાં વાંચી લઈને પછી એની ચર્ચા કરશું નિત્ય અનિત્યની. આપણે છોડવું નથી. (શ્રોતા :- નહીં છોડવું નથી) છોડવું નથી ! (શ્રોતા :- પરિણામી પણ નિત્ય છે ને !) હું એમ કહું છું કે પરિણામી થયો ઈ પહેલાં અપરિણામી હતો અને પછી પરિણામી કેદી' થયો. તું મને બતાવ ?
: