________________
અનેકાંત અમૃત
૨૦
થઈ, પૂત્ર. પણ અધિક તો રામ છે આત્મારામ. આહાહા ! અપૂર્વ જૈનદર્શન છે. ભલભલાએ ગોથા ખાધા દ્રવ્યલિંગી મુનિ પણ ગોથા ખાઈ ગયા. ગહન છે શિષ્યવાત. કહી સંક્ષેપે સાર. જ્ઞાન તો અનેકને વિષય કરે છે જાણવા માટે, જણાય જાય છે એના વિષય અનેક છે, અનંત છે. પણ શ્રદ્ધાનો વિષય એક જ છે. શ્રદ્ધા નિર્વિકલ્પ છે. લવ-કુશ ઉપર પ્યાર કરે છે પણ જે પ્રેમ અને જે પ્યાર સીતાને રામ ઉપર છે એ કોઈ ઉપર આવે નહીં. લવ-કુશની વાત તો જવા દ્યો. એટલે પરપુરુષનો દાખલો મેં આપ્યો નહીં. સતી સ્ત્રી છે. એના જ સંતાન છે લવ-કુશ. એટલે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર એના જ સંતાન છે પણ અધિકતા જ્ઞાયક ઉપર રહે છે. (શ્રોતા :- બરાબર ! તો જ સમ્યગ્દર્શન ચાલુ છે ને) તો જ ચાલુ રહે. (શ્રોતા :નહીં તો કુશીલનો દોષ આવી જાય) દોષ આવી જાય. અને કોઈક એના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જાણે ભેદને, તો મિથ્યાદષ્ટિ થઈ જાય પર્યાયને જાણે તો ? આમ તો પ્રશ્ન પૂછવાની આદત નથી તો પણ પ્રશ્ન પૂછું છું. જાણવામાં તો આવ્યું કે નહીં સમ્યક્દર્શન. તો શું કાંઈ પર્યાય દષ્ટિ થઈ ગઈ ? એ તો જ્ઞાનનો વિષય છે. (શ્રોતા :- તમે કહ્યું દ્રવ્યદૃષ્ટિ છૂટે તો પર્યાયષ્ટિ થાય છે પર્યાય જણાય તેથી કાંઈ પર્યાય દષ્ટિ ન થાય) ન થાય. (શ્રોતા :દ્રવ્યદૃષ્ટિ રાખીને જો પર્યાય જણાય તો પર્યાયષ્ટિ ન થાય) એ તો લક્ષ ફરતું નથી પર્યાય જણાય ત્યારે. પર્યાય જણાય ત્યારે લક્ષ ફરે છે ? (શ્રોતા :- નહીં. નહીં.) ભેદને જાણે તો લક્ષ ફરી જાય ? (ના.) તો ઠીક.
=
(શ્રોતા :- નિર્વિકલ્પમાં પણ એનું જ્ઞાન થાય છે. સમ્યજ્ઞાન પણ અલૌકિક જ્ઞાન છે) સમ્યજ્ઞાન પણ અલૌકિક જ્ઞાન છે. શ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાન બેય સરખા, ઈ આ. સહજ છે એવી સ્થિતી સમ્યક્ત્તાનની જેવું રૂપ હોય તે રૂપે પરિણમે છે બસ. એનું રૂપ જ છે. એનું સ્વરૂપ જ એવું છે અભેદને જાણે, ભેદને જાણે, ભેદાભેદને જાણે. (શ્રોતા :- લક્ષ અભેદ ઉ૫૨) એમાં તો ટંકોત્કીર્ણ. (શ્રોતા :- જ્ઞાન અભેદનું અને ભેદનું અને ભેદાભેદનું) ધૃતરાષ્ટ્ર અને એની પત્ની ગાંધારી ઈ ગાંધારીને ધૃતરાષ્ટ્ર પર લક્ષ હતું. સો પુત્રો પર લક્ષ નહોતું. સો પુત્ર હતા પતિ એક. (શ્રોતા :- પતિ તો એક જ હોય ને. લક્ષ તો એકનું જ.)
:
ઠીક પત્ની અને પુત્ર બે છે. સમજી ગયા ! પતિ પણ ઊભા છે ને પત્ની, દીકરા પણ ઊભા છે. સતી સ્ત્રી છે, ઊભી છે. એમાં કોઈ મારવા આવ્યો. સમજી ગયા ! તો પુત્રને બચાવશે કે પતિને ? મને જવાબ ઘો. (શ્રોતા :- પતિને પહેલા બચાવશે) પતિ હશે તો પુત્ર થશે પણ પતિ જશે તો પુત્ર નહીં થાય. એકનો એક પુત્ર હતો તોય એનો ભોગ આપી દીધો ને પતિને બચાવી લીધો. દાખલો સમજાણો. (શ્રોતા :- આ તો સૂત્ર થઈ જશે પતિ હશે તો પુત્ર થશે એમ દ્રવ્યદૃષ્ટિ હશે તો પર્યાયનું અનંતધર્મોનું જ્ઞાન થશે. આહા !) જૈનદર્શન !