________________
૧ ૧
અનેકાંત અમૃત થાય છે ઈ ખ્યાલમાં આવે છે. કાં તો જોયનો એકાંત પક્ષપાત કાં તો ધ્યેયનો એકાંત પક્ષપાત. કોઈ તો શેયના એકાંત પક્ષમાં પડી ગયા પ્રમાણના વિષયમાં. અને સાંખ્યમત આદિ એકાંત દષ્ટિના વિષયના પક્ષમાં ચડી ગયા એ ભૂલ છે. એમ નથી હોતું. ઈ અનુભવ નથી ત્યાં સુધી એકાંત છે, અનુભવ થતાં અનેકાંત છે. અનુભવ નથી ત્યાં સુધી એકાંતિક જ્ઞાન છે. અનુભવ થયો ત્યાં અનેકાંત જ્ઞાન થયું. (શ્રોતા :- પોતે અનેકાંત છે) પોતે અનેકાંતમૂર્તિ છે લે. આ અનેકાંતની વાત બહુ સારી રીતે શરૂ થઈ છે. એ બહુ સારી વાત છે. એની પૂર્ણાહુતિ કેવળજ્ઞાનમાં આવશે એવું આવશે લખી રાખજો. એવું સ્વરૂપ છે મધ્યસ્થ છે ને જ્ઞાન, એમાં પક્ષપાત ક્યાં છે.
જે રીતે ઘટે છે તે રીતે અહીંથી શરૂ કરીને કહે છે, સાવધાન થઈને સાંભળો. ૨૪૭ (કળશ) પૂરો થયો. સમજી ગયા ! હવે ૨૪૮ કળશ આવે છે ઈ સમયસારમાંથી પહેલા વાંચીએ. પછી ૨૪૮ કળશટીકાના તો ત્રણ પાના ભર્યા છે. હવે ૨૪૮ કળશ પર જે કૌંસ છે તે વંચાય છે. અહીં તત-અતના બે ભંગ ૬૨૭ પાના ઉપર ૨૪૭ કળશ પછી ૨૪૮ કળશ છે. ટીકા લઈ લઈએ ટીકામાં બધું છે. કળશ તો એના ઉપર છે તો લઈ લઈએ. ટીકા કળશ તો એના ઉપર છે. કળશ પહેલા બધું કહી દીધું. આંહી આ પરિશિષ્ટ આપણે વાંચ્યું છે બરાબર છે ને ! અને એના પછી.
હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે. સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અહંત સર્વજ્ઞનું એક અખ્ખલિત શાસન છે તે બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશ છે. સમસ્ત વસ્તુ છએય દ્રવ્ય હો. છએય દ્રવ્ય. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એમ.
આ અનેકાંતમયદ્રવ્યપર્યાય સ્વરૂપ તો પર્યાયથી રહિત દ્રવ્યને જાણે તેને જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જ્ઞાન થાય. જે સ્વપ્રકાશકને જાણે તેને સ્વપરપ્રકાશક સમ્યજ્ઞાન પ્રગટ થાય. સ્વપ્રકાશકને જાણતો નથી એનું સ્વપરપ્રકાશકજ્ઞાન અજ્ઞાનમય છે. એમ જે શુદ્ધ પર્યાયથી ભિન્ન નિજ શુદ્ધાત્માને જાણતો નથી તેનું જે જ્ઞાન એ અનેકાંતરૂપ જ્ઞાન દ્રવ્ય-પર્યાય સ્વરૂપ એ મિથ્યાજ્ઞાન છે. કેમકે પર્યાય પણ તેમાં ઉપાદેય આવી ગઈ. હેય તત્ત્વને પણ ઉપાદેય કરે છે. પ્રમાણ પૂજ્ય નથી. આ પ્રમાણ પૂજ્ય નથી. કેમકે એમાં વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ નથી એટલે નિષેધ કરતું નથી એટલે આત્મજ્ઞાન ઉદય પામતું નથી. આ ક્યારે લીધું ખબર છે? અનુભવ થયા પછી. આ સ્યાદ્વાદ અધિકાર ક્યારે લીધો? (શ્રોતા :- અનુભવ થયા પછી) કે ભૂતાર્થના આશ્રયે સમ્યક્દર્શન થયું, સમ્યજ્ઞાન પ્રગટ થયું તેણે થોડું તો જાણી લીધું છે. થોડું સંક્ષેપથી, પૂરું જાણ્યું પણ વિસ્તારથી જાણ્યું નથી એટલે જ્ઞાનની સંશુદ્ધિ માટે.