________________
૧ ર
અનેકાંત અમૃત દૃષ્ટિની શુદ્ધિ માટે નથી આ. (શ્રોતા :- નહીં દૃષ્ટિની શુદ્ધિ તો એક સમયમાં થઈ જાય છે) દૃષ્ટિની શુદ્ધિ તો એક સમયમાં થઈ જાય છે. દષ્ટિની શુદ્ધિ તો એક સમયમાં થઈ ગઈ અને જ્ઞાન પણ શુદ્ધ થઈ જાય છે. તમે કહો છો કે જ્ઞાનની નિર્મળતા પછી વધે છે. ધીમે ધીમે વધે છે ને અડખા પડખા બહુ સ્પષ્ટ થાય છે પાછળથી. જ્ઞાની માટે જ છે આ. અને અજ્ઞાનીને અજ્ઞાનતા ટળી જાય તેટલા માટે છે બસ.
આ ઉપાદેય તત્ત્વ નથી શેય તત્ત્વ છે. એનો વિચાર એમ આવ્યો કે એક ફ્રુટવાળાને ત્યાં છે જાતના ફુટ હતા, છ જાતના. આને લેવી હતી મોસંબી. છ માં મોસંબી પણ હતી પણ બીજા પાંચ પદાર્થ હતા સફરજન, સીતાફળ, જામફળ વિગેરે તો એણે એમ કહ્યું કે મારે તો મોસંબી જોઈએ છીએ. તો એણે કીધું કે આ ચીજ સારી છે. આનો ભાવ ? આ આનો ભાવ આ. મારે તો ભાઈ મોસંબી જોઈએ છીએ એટલે મોસંબી એણે ગ્રહણ કરી એટલે પાંચની નાસ્તિ થઈ ગઈ. એકમાં પાંચની નાસ્તિ. ઈ ઘરે ગયો મોસંબી લઈને પછી મોસંબીમાં છોતાની નાસ્તિ અને રસને ઉપાદેય કરી લીધો. (શ્રોતા :- બહુ સરસ દૃષ્ટાંત બહુ જ સરસ)
એમ છ દ્રવ્યથી ભરેલો લોક છે કે નહીં? છે. એમાંથી એણે જીવદ્રવ્ય ચૂંટી કાઢ્યો. પોતે એકલો, અનંત જીવ છે તો બીજા. એમાંથી પોતાના આત્મદ્રવ્યને, દ્રવ્યને જુદું તારવ્યું અને મોસંબી પણ ઢગલો હતી પણ એમાં તો એને ત્રણ મોસંબી જ જોતી હતી. એટલે ત્રણ જ લીધી. બીજી મોસંબી તો હતી એની પણ એને નાસ્તિ. બીજા પાંચ ફુટની તો નાસ્તિ. બીજી મોસંબીની નાસ્તિ. એક મોસંબીની અસ્તિ. એક લ્યો ને. બસ હવે ઘરે ગયો મોસંબી ખાતો નથી પણ એકમાંથી પાછું ભેદજ્ઞાન કર્યું. પહેલા અનેકમાંથી ભેદજ્ઞાન કરીને એકને લીધું અને એકમાંથી ભેદજ્ઞાન કરીને રસને ચૂસ્યો ને છોતાને ફેંકી દીધા. છોતા હેય છે. એવું આ છે. ઈ બપોરે વિચાર આવ્યો ઉઠ્યા પછી ઘરે બપોરે જે આવવાનું હોય ને એના વિચારો ચાલે ને. (શ્રોતા :- એક મોસંબી લીધી તો એ અન્ય ફુટથી જુદી પડી ગઈ) અનેક ફૂટથી જુદી પડી અને અનેક બીજી મોસંબી હતી તેનાથી પણ જુદી પડી. સિદ્ધ ભગવાન જુદા પડી ગયા. (શ્રોતા :- અને એક મોસંબીમાં છીલકા જુદા પડી ગયા અને રસનું ગ્રહણ થઈ ગયું એટલે અસ્તિ નાસ્તિ બેય ક્લીયર થઈ ગયા.)
પહેલા અસ્તિનાસ્તિમાં પરથી જુદા થઈ ગયા અને અંદર અસ્તિનાસ્તિથી છોતાથી જુદા પડી ગયા એક આત્મભગવાન જ્ઞાયક પ્રભુ. બસજાણનારો જણાય છે પર જણાતું નથી. છ દ્રવ્ય જણાતા નથી અને છતાય જણાતા નથી. મને તો વિચાર આવી ગયો કે સ્વપરપ્રકાશક અજ્ઞાનમય ભાવ છે. એમાંથી પરને હું જાણતો નથી ને સ્વને હું જાણું છું