Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
♦ સૂત્ર
૧૯૨, ૧૯૩ -
જેમ ત્રણ વણિકો મૂળ મૂળી, ધન લઈને વ્યાપાર કરવા નીકળ્યા તેમાં એક અતિરિક્ત લાભ પામે છે, એક માત્ર મૂળ લઈને પાછો આવે છે.... એક મૂળ પણ ખોઈને આવે છે. આ વ્યવહારની ઉપમા છે. આ પ્રમાણે ધર્મના વિષયમાં પણ જાણવું જોઈએ.
♦ વિવેચન - ૧૯૨, ૧૯૩ -
જેમ ત્રણ વણિકો મૂળ - મૂળી, ધનની રાશિ આદિ લઈને નીકળ્યા. અર્થાત્ પોતાના સ્થાનથી બીજે સ્થાને જવા ચાલ્યા. સમીહિત સ્થાનને પામીને, ત્યાં ગયેલામાંનો એક - વણિક્ કળા કુશળ હતો. તે વિશિષ્ટ દ્રવ્યસંગ્રહ રૂપ લાભને પામ્યો. તેમાંના બીજો એક જે બહુ નિપુણ હતો તેમ અનિપુણ પણ ન હતો, તે મૂળ ધન જે ઘરેથી લઈને નીકળેલો તેટલું જ પાછું લઈને સ્વસ્થાને આવી ગયો. તથા ત્રીજો એક પ્રમાદી અને ધૃત - દારુ આદિમાં અત્યંત આસક્ત ચિત્ત હતો તે ઉક્તરૂપ મૂળી પણ નાશ કરીને સ્વસ્થાને આવ્યો. - ૪ - ૪ - તેમની મધ્યે વણિક્ જ વાણિયો જાણવો. તેનું દૃષ્ટાંત
હવે કહે છે -
એક વાણિયાને ત્રણ પુત્રો હતા, તેણે તેમને હજાર-હજાર કાર્યાર્પણ (રૂપિયા) આપ્યા અને કહ્યું કે - આનાથી વ્યાપાર કરો. આટલા સમયમાં પાછા આવજો. તે ત્રણે મૂળી લઈને સ્વનગરથી નીકળ્યા. જૂદા જૂદા નગરમાં ગયા. ત્યાં એક ભોજન અને આચ્છાદન વર્ઝને જુગાર, દારુ, માંસ, વૈશ્યા, વ્યસન રહિત માર્ગમાં વેપાર કરતો વિપુલ લાભયુક્ત થયો. બીજો વળી મૂળી સહિત દ્રવ્યના લાભને ભોજન, વસ્ત્ર, માળા, અલંકારાદિને ભોગવતો હતો. બહુ ધ્યાન રાખીને વ્યાપાર કરતો ન હતો, ત્રીજો કંઈ વ્યાપાર ન કરતો જૂગાર આદિ તથા ગંધ, માળાદિ શરીર ક્રિયામાં થોડાં જ કાળમાં તે દ્રવ્ય વાપરી દીધું. પિતાએ આપેલ કાળ મર્યાદામાં ત્રણે પોતાના નગરે પાછા આવ્યા. તેમાં જે મૂળને ગુમાવીને આવેલો તેને બધે જ સ્વામીપણું છીનવીને નોકર બનાવી દીધો, બીજાને ઘરના કાર્યમાં નિયુક્ત કર્યો. અને ભોજન-પાનથી સંતુષ્ટ કર્યો. ત્રીજો ગૃહવિસ્તારનો સ્વામી થયો.
૨૪
-
કેટલાંક વળી કહે છે - ત્રણ વણિકો, પ્રત્યેકે પ્રત્યેક વેપાર કરે છે. તેમાં એક છિન્ન મૂળીવાળાને નોકરપણું મળ્યું. શેનાથી ધંધો કરે. બીજો અછિન્નમૂળી ફરી વેપાર કરે છે. ત્રીજો ભાઈઓ સાથે મોજ કરે છે.
-
હવે સૂત્ર વિચારીએ - વ્યવહાર ઉપમા કહી. એ પ્રમાણે ધર્મના વિષયમાં આવી ઉપમા જાણવી. - ૦ - કઈ રીતે ? તે કહે છે -
♦ સૂત્ર
૧૯૪ -
મનુષ્યત્વ એ મૂળી છે, દેવગતિ લાભરૂપ છે. મૂળનો નાશ થતાં નિર્દે નરક અને તિચ ગતિ પ્રાપ્ત થાય છે.
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org