Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૦.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પરિજન હાહાકાર કરતાં રહે છે. ઇત્યાદિ - x x- જાણવું.
એ પ્રમાણે આઝંદાદિ દારુણ શબ્દોનું કારણ નમિ રાજર્ષિનું અભિનિષ્ક્રમણ છે, તે હેતુ અસિદ્ધ છે. તેઓ તેમના પ્રયોજન અને હેતુપણાથી આકંદન કરી રહ્યા છે. એ પ્રમાણે તમે કહેલા હેતુ અને કારણ અસિદ્ધ જ છે, એમ કહેવા માંગે છે. - પછી -
• સૂત્ર - ૨૩૯ -
નમિ રાજર્ષિના આ આર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું -
• વિવેચન - ૨૩૯ -
આ અર્થને સાંભળીને હેતુ અને કારણ - જે પૂર્વ સૂત્રમાં કહ્યા છે, તેનાથી પ્રેરિત - “આપે બતાવેલ હતુ અને કારણ અસિદ્ધ છે', એ અનુપપત્તિથી પ્રેરિત એવા દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું, શું કહ્યું?
• સૂત્ર - ર૪૦
આ અગ્નિ છે, આ વાયું છે, તેનાથી આ તમારું રાજભવન બળી રહેલ છે. ભગવાન ! આપ આપના અંતાપુર તરફ કેમ નથી જોતાં ?
• વિવેચન - ૨૪૦ -
આ પ્રત્યક્ષ દેખાતો અગ્નિ અને પવન છે, તે પ્રત્યક્ષ ભમસાત કરે છે, પ્રક્રમથી વાયુ વડે પ્રેરિત અગ્નિની માફક (કોને ?) આપના ભવનને. તથા હે ભગવન્! અંતઃપુરની સામે કેમ જોતા નથી? અહીં જે-જે પોતાનું છે, તેનું રક્ષણ કરવું જોઈએ, જેમ - જ્ઞાનાદિ. આ આપનું જ અંતઃપુર છે. ઇત્યાદિ હેતુ-કારણની ભાવના પૂર્વવત્.
સૂત્ર - ૨૪૧, ૨૪૨ - દેવેન્દ્રના આ અર્થને સાંભળીને - x - ૪ - રાજર્ષિએ આમ કહ્યું -
જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી.
• વિવેચન - ૨૪૧, ૨૪૨ -
(૨૪૧નું વિવેચન પૂર્વના સૂત્ર - ૨૩૬ વત જાણવું) જે રીતે સુખ ઉપજે, એ પ્રમાણે અમે રહીએ છીએ. પ્રાણ ધારણ કરીએ છીએ. અમારી કોઈ વસ્તુજાત વિધમાન નથી. કેમકે - હું એકલો છું, મારું કોઈ નથી. જેમ જીવ એકલો જન્મે છે, મરે છે પણ એકલો જ. તેથી આ અંતઃપુર આદિ કોઈ મારા નથી. એમ હોવાથી આ નગરીના બળવાથી મારું કંઈ પણ બળતું નથી, મિથિલાનું ગ્રહણ માત્ર અંતઃપુરાદિ જ નથી, મારા સંબંધી બીજા પણ કોઈ સ્વજનાદિ પણ નહીં, કેમકે પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ જ ભોગવે છે, તે-તે પ્રમાણે ભ્રમણ કરે છે, તેથી અહીં કોણ કોનું પોતાનું કે પારકું છે? તે જણાવે છે. તેથી આના વડે પૂર્વોક્ત હેતનું અસિદ્ધત્વ કર્યું. તત્ત્વથી જ્ઞાનાદિ સિવાયનું બધું જ અસ્વકીયપણાથી છે, ઇત્યાદિ ચર્ચા પૂર્વવતુ આ જ વાત કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org