Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯/૨૭૧, ૨૭૨
૫૭
સોળમે ભાગે પણ ન આવે, એ પ્રમાણે તીર્થંકર આદિ વડે કહેવાયેલી છે. તેવા પ્રકારનો ધર્મ જેનો છે તે સ્વાખ્યાત ધર્મ એટલે કે ચારિત્રથી સોળમી કળાએ પૂર્વોક્ત બાલ તપસ્વી ન આવે.
અહીં એવું કહેવા માંગે છે કે ઘોર તપ આદિ પણ સ્વાખ્યાત ધર્મના જ ધર્માર્થી વડે અનુષ્ઠયપણે છે. બીજાને તો તે આત્મવિધાત રૂપ જ થાય કેમકે તે અન્યથા ૫ણે છે. જે સ્વાખ્યાત ધર્મરૂપ ન હોય, તેણે ઘોર એવા તે ધર્માર્થી અનુષ્ઠાનો ન કરવા, જેમકે આત્મવધાદિ અને ગૃહાશ્રમ, કેમકે તેવા સાવધત્વથી હિંસાવત થાય.
• સૂત્ર - ૨૭૩, ૨૭૪ - આ અર્થને સાંભળીને X* X = દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને પણ જો - દીક્ષા લેજો.
• વિવેચન
૨૭૩, ૨૭૪
યતિધર્મમાં આ દૃઢ છે, તેવો નિશ્વય કરીને આ આસક્તિથી દૂર છે એ પ્રમાણે તેના અભાવની પરીક્ષા કરીને. ફરી પરીક્ષા કરવા ઇંદ્ર કહે છે - સોનું, વિશિષ્ટ વર્ણિક અથવા ઘડેલું સોનું અને બીજું સોનું, ઇંદ્રનીલાદિ મણિ, મોતી, કાંસાના ભાજન આદિ, વસ્ત્રો, રથ અશ્વાદિ વાહન અથવા વાહન સહિત હિરણ્ય આદિ, ભાંડાગાર, ચર્મલતાદિ અનેક વસ્તુની વૃદ્ધિ કરીને સમસ્ત વસ્તુ વિષયેચ્છા પરિપૂર્તિ કરીને જો. આશય આ છે કે - જે આકાંક્ષા સહિત છે તે ધર્માનુષ્ઠાન યોગ્ય થતો નથી. જેમ મમ્મણ વણિક. - x -
-
-
·
• સૂત્ર - ૨૭૫ થી ૨૭૭ - આ અર્થને સાંભળીને
- * - -
નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું સોના અને ચાંદીના કૈલાશ સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ તૃપ્તિ થતી નથી, કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. પૃથ્વી, ચોખા, જવ, સોનું અને પશુ ઇચ્છાપૂર્તિને માટે પર્યાપ્ત નથી, એ જાણીને સાધક તપનું આચરણ કરે.
Jain Education International
·
• વિવેચન - ૨૭૬, ૨૭૭ -
સોનું અને રૂપું, તેની પર્વત પ્રમાણ રાશિ કરાય. પર્વત પ્રમાણ કહેવાથી લઘુ પર્વત પ્રમાણ જ થાય, તેથી કહે છે - તે કૈલાશ પર્વત તુલ્ય જ હોય, કોઈ બીજા લઘુ પર્વત પ્રમાણ નહીં, તે પણ અસંખ્ય હોય, બે કે ત્રણ નહીં, તે પણ લોભી મનુષ્યને તેટલા સોના-રૂપાથી પણ થોડો પણ પરિતોષ થતો નથી. કેમકે તેના ઇચ્છા-અભિલાષ આકાશતુલ્ય અનંત છે. - * - * · શું સોનું, રૂપું જ માત્ર ઇચ્છાની પરિપૂર્તિ માટે પર્યાપ્ત નથી? તે આશંકાથી કહે છે - લોહિત શાલિ આદિ, જવ, બાકીના બધાં ધાન્યો, તાંબુ વગેરે ધાતુ, ગાય ઘોડા આદિ પશુઓ પણ ઇચ્છાપૂર્તિ માટે સમર્થ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org