Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 216
________________ ૨૦/૭૬૪ ૨૧૫ • સૂત્ર - ૭૬૪ - ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન નિન્જ નિરાશ્રય હોય છે. અનુત્તર શુદ્ધ સંયમનું પાલન કરીને તે કર્મોનો ક્ષય કરીને વિપુલ, ઉત્તમ તથા શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૬૫ - ચારિત્રનું આચરણ તે આચાર, તેનું આસેવન જ ગુણ છે. અથવા ગુણ - જ્ઞાન. તેનાથી યુક્ત તે ચાસ્ટિાચાર ગુણ યુક્ત, મહાનિર્ગસ્થના માર્ગે જઈને, પ્રધાન - ચાખ્યાત ચાત્રિ રૂપ સંયમને પાળીને હિંસાદિ આશ્રવ રહિત થઈને, કમોં ખપાવીને - જ્ઞાનાવરણાદિનો સંક્ષય કરીને જાય છે. ક્યાં? વિપુલ, ત્યાં અવસ્થિતિથી ઉત્તમ એવા નિત્ય - મુક્તિપદને પામે છે - તેનો ઉપસંહાર કહે છે - સૂત્ર - ૬૫ - એ પ્રમાણે ઉગ્ર, દાંત, મહા તપોવન, મહાપ્રતિજ્ઞ, મહાયશસ્વી તે મહામુનિએ આ મહાનિર્ચન્થીય મહાશુતને મા વિસ્તારથી કહ્યું. • વિવેચન - ૬૫ - ઉક્ત પ્રકારે શ્રેણિકના પૂછવાથી મુનિએ કહેલ, ઉગ્ર - ઉત્કટ કર્મશત્રુના જય પ્રતિતેજદાંત તે ઉગ્રદાંત, મહાપ્રતિજ્ઞ- અતિદઢવ્રતને સ્વીકારેલ, તેથી જ મહાયશવાળા મહાનિર્ચન્થોના હિતને માટે આ મહાનિર્ચન્થીય અધ્યયન કહ્યું. • સૂત્ર - ૭૬૬ થી ૭૬૯ - (૭૬૬) રાજા શ્રેણિક સંત થયો અને હાથ જોડીને બોલ્યો - ભગવદ્ ! અનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું. (૭૬) હે મહર્ષિ તમારો મનુષ્ય જન્મ સફળ છે, ઉપલબ્ધિઓ સફળ છે. તમે સનાથ અને સબાંધવ છો, કેમકે તમે જિનેશ્વરના માર્ગ સ્થિત છો. (૭૬૮) હે સંયતા તમે નાથોના નાથ છે, બધાં જીવોના નાથ છો. હે મહાભાગા હું તમારી ક્ષમા ચાહું છું, હું તમારાથી અનુશાસિત થવાની ઇચ્છા રાખું છું. (૭૬૯) મેં તમને પ્રખ્ખ કરીને જે ધ્યાનમાં વિઘ્ન કર્યું અને ભોગોને માટે નિમંત્રણ આપ્યું. તે બધાં માટે ક્ષમા કરો. • વિવેચન - ૩૬૬ થી ૭૬૯ - ચારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે - ખુશ થઈને પછી શ્રેણિકે આ પ્રમાણે કહ્યું - આપે જે કંઈ ઉપદેશ કર્યો, આપે વર્ણ રૂપાદિની પ્રાપ્તિ રૂપ અને ધર્મ વિશેષ ઉપલંભ રૂપ લાભો ઉત્તરોત્તર ગુણના પ્રકર્ષ હેતુથી સુલબ્ધ કર્યા છે. આપ તત્ત્વથી સનાથ અને સબાંધવ છો. અહીં જિનોત્તમ માર્ગમાં સ્થિત રૂપ જન્મત્વ આદિ સુલબ્ધ કર્યા છે. તે હેતુ છે. પૂર્વાર્ધમાં ગુણ પ્રશંસા કરીને ઉતરાર્ધમાં ક્ષમાયાચના દર્શાવી. - x x-. ફરીથી ક્ષમાયાચનાર્થે વિશેષથી કહે છે - મેં તમને પૂછ્યું કે - આપ શા માટે યૌવન વયમાં પ્રવજિત થયા? પછી તમને ભોગને માટે નિમંત્રણા કરી. તે બધાં માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226