Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦/૫૦ થી ૭૬૨
૨૧૩ કરે છે. અહીં ઉચ્ચારાદિની સંયમ અનુપયોગિતાથી જુગુપ્સાથી પરઠવવા વિષયક જુગુપ્સા કહી. તે આ પ્રકારે કેમ કહી? કેમકે તે વીર વડે વાત - અનુગમન કરાતો માર્ગ છે. કયો માર્ગ? સમ્ય દર્શનાદિ.
લાંબા કાળના મુંડ હોય તે માત્ર કેશને જ દૂર કરે છે, બાકીના અનુષ્ઠાનથી પરસંગમુખપણાથી રુચિ જેને છે, તે મુંડરચિ. અસ્થિર વ્રતવાળો, ઉક્ત રૂપ તપોનિયમથી ભ્રષ્ટ, આત્માને કલેશપમાડવા જ લોચ કરે છે. પણ તે પર્યાગામી થતો નથી. સંપરય - જીવો ઘણું ભ્રમણ કરે છે, તે સંસાર, (અર્થાત આવો મુંડ સંસારમાં જ ભ્રમણ કરે છે.)
જે પોલી મુટ્ટીની માફક નિઃસાર છે. આ અસારત્વ - બંને રીતે સઅર્થની શૂન્યતાથી છે, તે ખોટા સિક્કાની માફક અપ્રમાણિત છે. જેમ કોઈ કૂટપણાથી નિયંત્રિત તાય છે. તેમ આ પણ અવિનીતતાથી ઉપેક્ષણીય પણ છે. કાચનો મણિ પૈડૂર્યવત પ્રકારો છે, પણ વૈડૂર્યમણિ સમાન અમદાર્ધક - મૂલ્યવાન થતો નથી. છતાં મુગ્ધજન છેતરાય છે.
કુશીલ લિંગ - પાર્થ સ્થાદિ વેશ, આ જન્મમાં અનિયિહ-રજોહરણાદિ ધારીને જીવિકાને માટે અર્થાત અસંયમ જીવિતને નિર્વહણા ઉપાય રૂપે પોષે છે, તેથી તે અસંયત જ થઈ સંયત આત્માનો અપલાપ કરે છે. સંયતલાભ - સ્વર્ગ કે અ વર્ગની પ્રાપ્તિ રૂપ મને થશે તેમ માને છે પણ તે તેને વિવિધ અભિધાન રૂપ થાય છે. થોડાકાળમાં નરકાદિ ગતિ પામે છે.
અહીં હેતુ કહે છે - જેમ કાલકૂટ ઝેર પીનારો હણાય છે. શાસ્ત્ર પણ ખોટી રીતે ગ્રહણ કરાય તો હણે છે. આ વિષાદિ વત યતિધર્મપણ જો શબ્દાદિ વિષયુક્ત હોય તો હણે છે. કેમ કે દુર્ગતિમાં પડવાનો હેતુ છે. તે વૈતાલની જેમ મંત્રાદિ વડે અનિયંત્રિત છે.
જે લક્ષણ અને પ્રના ફળને પ્રયોજે. ભીમાદિ નિમિત્ત અને અપત્ય આદિ અર્થે કૌતુક કરે. તે પ્રવૃત્તિમાં અતિ આસક્ત રહે, કુહંટ વિધા-ખોટા આશ્ચર્ય પમાડનારી મંત્ર તંત્ર જ્ઞાન રૂપ વિધા ને પ્રયોજે છે, તે કર્મ બંધના હેતુ પણાથી આશ્રય દ્વાર વડે જીવિત રહે છે. તેઓ શરણ- દુષ્કૃતમાં રક્ષા કરવા સમર્થ થતાં નથી. ક્યારે? તે કર્મના ફળના ઉપભોગ કાળમાં. આ જ અર્થને જ ભાવિત કરતાં કહે છે -
અતિ મિથ્યાત્વથી ઉપડતતાથી, પ્રકૃષ્ટ અજ્ઞાનથી જ અશીલને પ્રાપ્ત થઈ. સદા વિરાધના જનિત દુઃખથી જ તત્ત્વાદિમાં વિપરીતતાને પામે છે. તેનાથી સતત નરક અને તિર્પચ યોનિમાં જાય છે. ચારિત્રને વિરાધીને તત્ત્વથી અયતિ સ્વભાવવાળો થાય, આ રીતે વિરાધનાનું અનુબંધફળ કહ્યાં.
કઈ રીતે મુનિપણું વિરાધીને, કઈ રીતે નરકાદિ ગતિમાં જાય, તે દેશિક આદિ દોષો સેવે છે. તેમાં ખરીદવું તે ક્રીત, નિર્વતિત તે કૃત, નિત્યાગ એટલે નિત્યપિંડ, અર્થાત્ અપાશુકને ભક્ષણ કરવાના સ્વભાવવાળો અગ્નિ માફક સર્વભક્ષી થઈને પાપ કરે છે પછી કુગતિમાં જાય છે.
જેથી એ પ્રમાણે દુશ્ચરિતથી જ દુર્ગતિની પ્રાપ્તિ છે, તેથી કહે છે કે - પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org