Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૨૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર ગહની પણ ઇચ્છા ભિક્ષ ન કરે.
(૭૮૮) અહીં સંસારમાં મનુષ્યોને અનેક પ્રકારના છંદ-અભિપ્રાય હોય છે. ભિક્ષ તેને પોતામાં પણ ભાવથી જાણે છે. તેથી દેવ-મનુષ્યતિર્યંચ કૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે.
(૭૮૯) અનેક દુર્વિષહ પરીષહ પ્રાપ્ત થતાં ઘણાં ફાયર લોકો ખેદનો અનુભવ કરે છે. પરંતુ ભિક્ષ પરિષહ પ્રાપ્ત થતાં સંગ્રામમાં આગળ રહેનારા હાથીની માફક વ્યથિત ન થાય.
(૭૯૦) શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, દિણ સ્પર્શ તથા બીજા વિવિધ પ્રકારના આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શ, ત્યારે તે કુત્સિત શબ્દો ન કરતો, તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત કર્મોને ક્ષીણ કરે.
(૭૯૧) વિચક્ષણ ભિક્ષ સતત રાગદ્વેષ અને મોહને છોડીને, વાયુથી અર્કાપિત મેરુની માફક આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે,
(૭૯૨) પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગહમાં અવનત ન થનાર મહર્ષિ પૂજા અને ગહમાં લિપ્ત ન થાય. તે સમભાવી, વિરત, સંયમી, સરળતાને સ્વીકારીને નિવણ માને પ્રાપ્ત થાય છે.
(૭૯૩) જે આરતિ - રતિને સહન કરે છે, સંસારીજનના પરિચયથી દૂર રહે છે, વિરક્ત છે. આત્મહિતનો સાધક છે; સંયમશીલ છે. શોક રહિત છે, મમત્વ રહિત છે. અકિંચન છે. તે પરમાર્થ પદોમાં સ્થિત થાય છે.
(૭૯) ગાયી, મહાયશસ્વી, ગઠષિઓ દ્વારા સ્વીકૃત, લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત, એકાંત સ્થાનોને સેવે અને પરીષહોને સહન કરે.
(૭૯) અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સદજ્ઞાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનારા, અનુતર, જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ, અંતરિક્ષમાં સૂર્યની સમાન ધર્મસંધમાં પ્રકાશમાન થાય છે.
વિવેચન - ૭૮૩ થી ૭૫ -
તેરે સૂત્રો પ્રાયઃ સુગમ જ છે. વિશેષ આ પ્રમાણે - સત ગ્રન્થને તજીને સ્વજનાદિ પ્રતિબંધ રૂપ સંગને તજીને, જેનાથી કે જેમાં મહા કલેશ છે, થાય છે તે મહાન મોહ - આસક્તિ જેમાં છે, તથાવિધ કૃત્ન કે કૃષ્ણ લેશ્યા પરિણામ હેતુત્વથી મહાક્લેશાદિ રૂપત્યથી વિવેકીને ભયાવહ છે. પર્યાય - પ્રવજ્યા પર્યાય. તેમાં ધર્મ તે પર્યાય ધર્મ. પછી અભિરોચિતવાન - તે અનુષ્ઠાન વિષયા પ્રીતિ કૃતવાનું. - ૮- ૪ -
અથવા આત્માને જ આ પ્રમાણે અનુશાસિત કરે છે - જેમકે હે આત્મન ! સંગ ત્યજીને પ્રવજ્યાધર્મ આપને અભિરુચે છે. એ પ્રમાણે ઉત્તર ક્રિયામાં પણ યથાસંભવ ભાવના કરવી.
પ્રવજ્યા પર્યાય ધર્મ જ હવે વિશેષથી કહે છે - મહાવતો, પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તરગુણ રૂપ શીલ, પરીષહોને સહેવા. આ અભિરુચિ કરીને, પછી જે કર્યું, તે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org