Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન - ૫૧ -
પૂર્વમિન - ગૃહસ્થ અવસ્થા કાળમાં, રતા - શ્રી આદિ સાથે વિષય અનુભવ રૂપ પૂર્વરત. સ્ત્રી આદિ સાથે પૂર્વકાળમાં રમણ કરેલ તે પૂર્વ ક્રીડિતનું અનુચિંતન ન કરે તે નિર્ઝન્ય છે. હવે સાતમું સ્થાન -
• સૂત્ર - ૫૧૮ -
જે પ્રણિત અથવા રસયુક્ત પૌષ્ટિક આહાર કરતો નથી, તે નિગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે - જે રસયુક્ત પૌષ્ટિક ભોજન, પાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી થાય છે. તેથી નિર્ગસ્થ પ્રણિત આહાર ન કરે.
• વિવેચન - ૫૧૮ -
પ્રીત ગલત બિંદુ, ઉપલક્ષણથી બીજાં પણ અત્યંત ધાતુ પુષ્ટિકારક અશનાદિ આહારનો ભોક્તા થતો નથી તે નિર્ગળ્યું છે. પ્રણિત પાન-ભોજનને છોડવા તે અહીં પાન ભોજનનું ગ્રહણ એટલા માટે કરેલ છે, કેમકે સાધુ દ્વારા મુખ્યતાએ તેનો આહાર થાય છે, અન્યથા ખાધ, સ્વાધ પણ વર્જનીય કહ્યા હોત. હવે આઠમું સ્થાન -
• સૂત્ર - ૫૧e -
જે અતિ માત્રાથી પાન ભોજન કરે છે, તે નિબ્ધ છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે અતિ માત્રાથી ખાય-પીએ છે, તે બ્રહ્મચારી નિન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિન્ય અતિમાત્રામાં ન ખાય - પીએ.
• વિવેચન - ૫૧૯ -
માત્રાથી અતિરિક્ત, તેમાં માત્રા - પરિમાણ. તે પુરુષને બત્રીશ કોળીયા અને સ્ત્રીઓને અઢાવીશ કોળીયા હોય છે. તેનાથી અધિક આહાર ભોગવતા ન હોય તે નિર્ચન્થ કહેવાય છે. હવે નવમું સ્થાન -
સૂત્ર - પર૦ -
જે શરીરની વિભૂષા કરતો નથી. તે નિર્ગળ્યું છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે વિભૂષા નિમિત્તે શરીરની વિભૂષા કરે છે, તેથી તે સ્ત્રીજનોને અભિલાષણીય થાય છે. તેથી સ્ત્રીઓ દ્વારા કચ્છતા તે બ્રહમચારીના બ્રહાચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. તેના બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદને પામે છે, દીર્ધકાલિક રોગાતક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞા ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિભ્યોએ વિભૂષા અનુપાતી થવું ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org