Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • વિવેચન - ૫૮૯ -
વિવિધ પ્રકારની રચિ - ક્રિયાવાદી આદિ મત વિષયક ઇચ્છા, છંદ - સ્વમતિ કલિત અનેક અભિપ્રાય, તેનો સંયત મુનિ ત્યાગ કરે. તથા અનર્થ હેતુક જે સંપૂર્ણ હિંસા આદિ વિષયક હોય તેને પણ વર્ષે અથવા બધાં જ ક્ષેત્રાદિમાં નિપ્રયોજન જે વ્યાપાર, તેને પણ પરિવર્ષે. આવા પ્રકારની વિધા - સખ્ય જ્ઞાન રૂપનું લક્ષ્ય કરીને તમે સમ્યફ એવા સંયમ માર્ગે ચાલો. - બીજું -
• સૂત્ર - ૫૦ -
હું શુભાશુભસુચક પ્રશ્નોથી અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહું છું. દિવસરાત માચરણમાં ઉધત રહું છું. આ જાણીને તમે પણ તપ આચરણ કરો.
• વિવેચન - ૫૯૦ -
પ્રતિક્રમામ- પ્રતિનિવર્તુછું. કોનાથી? શુભાશુભ સૂચક અંગુષ્ઠપ્રશ્નાદિથી અથવા બીજા પણ સાધિકરણોથી. ગૃહસ્થોના કાર્યોની આલોચનારૂપ મંત્રણાઓથી પણ. કેમકે તે અતિ સાવધ છે. જે સંયમ પ્રતિ ઉત્થાનવાનું છે તે ધર્મ પ્રતિ ઉધત છું, તે પણ ક્યારેક નહીં, રોજેરોજ. આ પ્રમાણે જાણીને તમે પણ તપમાં વિયરો. ફરી કહે છે -
• સૂત્ર - પ૯૧ -
જે તમે મને સમ્યફ શબ્દ ચિત્તથી કાળના વિષયમાં પૂછી રહ્યા છો, તેને સર્વજ્ઞ એ પ્રગટ કરેલ છે, તે જ્ઞાન જિનશાસનમાં છે.
• વિવેચન - ૫૧ -
જે મને કાળ- પ્રસ્તાવમાં અવિપરીત બોઘવાળા ચિત્તથી તમે પૂછો છો, તેને સૂત્ર પણાથી હું પ્રગટ કરીશ - પ્રતિપાદન કરીશ. બુદ્ધ એટલે વસ્તુ તત્વને જાણનાર, “હું કઈ રીતે જાણું છું?” તેથી કહે છે - જે કંઈ આ જગતમાં જ્ઞાન - યથાવિધ વસ્તુનો અવબોધપ્રચારાય છે. તે જિનશાસનમાં છે, તેમ જાણવું. હું ત્યાં રહેલો ચું, તેથી હું તે જાણું છું. તમે સભ્ય બુદ્ધ ચિત્તથી પૂછો છો. તેથી મેં પ્રસ્નોના ઉત્તરો આપ્યા છે. તેથી તમને જે ઇચ્છા હોય તે પૂછો, અથવા તે જ લક્ષ્ય કરીને જે કહેવાયું કે હું મારું અને બીજાનું આયુ જાણું છું. તેથી તેણે સંજય મુનિને પૂછ્યું કે મારું આયુ કેટલું છે? તેથી આણે કહ્યું કેજે તમે કાળવિષયમાં પૂછો છો, તે મેં પ્રતિપાદિત કરેલ છે. તે જ્ઞાન જિનશાસનમાં વિધમાન છે, પણ બીજા સુગતિ આદિ શાસનમાં નથી, તેથી જિનશાસનમાં જ યત્ન કરવો જોઈએ. તેથી જેમ હું જાણું છું, તેમ તમે પણ જાણો. - - -
સૂત્ર - ૫૨ -
ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે અને ક્રિયાનો ત્યાગ કરે. સમ્યફ દષ્ટિથી દષ્ટિસંપન્ન થઈ તમે દુશ્ચર ધર્મનું આચરણ કરો.
ક્રિયા - “જીવ છે” ઇત્યાદિ રૂપ કે સદનુષ્ઠાન રૂપ, રુચિ- તેવી તેવી ભાવનાથી જે જે પ્રકારે આ આત્મામાં રૂચિ જન્મ તેમ ધારણ કરે કોણ? થીર - મિથ્યાદષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org