Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૧૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તો એ ઉપસ્થિત વેદના પ્રતિ કોઈ પ્રતિકાર ન કર્યો? મારા જે પ્રાણાચાર્ય અર્થાત વૈધો, વિધા અને મંત્રો વડે વ્યાધિનો પ્રતિકાર કરનાર, અનન્ય સાધારણ પણાથી અર્થાત્ તેવા પ્રકારના બીજાના અભાવથી શસ્ત્રોમાં કુશલ, અને મંત્ર અને મૂલ - ઓષધિમાં વિશારદ વૈધો હતા. તેઓ માત્ર હતા તેમ નહીં. પણ મારી ચિકિત્સા કરતા હતા તે પણ ચતુષ્પાદ - વૈધ, રોગી, ઔષધ અને પરિચારક રૂપ ચાર પ્રકારે હિતને અતિક્રખ્યા વિના, ગુરુ સંપ્રદાયથી આવેલ વમન અને વિરેચકાદિ રૂપે કરી. એ પ્રમાણે કરવા છતાં મને એવા પ્રકારના રોગથી જનિત અસાતાથી મૂકાવી ન શક્યા. આ દુઃખ વિમોચન રૂપ મારી અનાથના છે.
- બીજું સર્વ સાર વસ્તુ રૂપ તેમને આપ્યા. એવું ન હતું કે માત્ર આદરવાન પણાથી દુઃખને મુક્ત કરતા હતા. તથા પુત્ર વિષય શોક કે અરેરે! મારો આ દુઃખી પુત્ર કઈ રીતે આ ઉત્પન્ન દુઃખથી પીડિત છે. તેથી પુત્રશોકથી દુઃખાતક દુઃખાર્દિત છે. તથા સહોદર પોતાના જ ભાઈઓ અને બહેનો, મારી પત્ની કે જે મારામાં અનુરાગવાળી હતી, અનુવ્રતા - કુળને અનુરૂપ આચાર વાળી કે પતિવ્રતા હતી, વયને અનુરૂપ હતી. તેણી પણ માસ અતિપ્રધાન વક્ષઃ ને આંસુ વડે ચોતરફથી પલાળતી રહી. એવી પત્ની કે જે ગંધોદકાદિ સ્નાન, મારા જાણવા કે ન જાણવા છતાં પણ કરતી ન હતી, આ બધાં દ્વારા પત્નીની સભાવતા બતાવી. મેં ઉત્તરૂપ અક્ષિ રોગાદિ મેં પ્રાપ્ત કર્યો. ત્યારે તે અભિનવ યૌવના પણ તે ભોગાદિ સેવતી ન હતી. પણ સદા મારી સંનિહિત રહેતી હતી. આના દ્વારા પત્નીની અતિવાત્સલ્યતા બતાવી. (તો પણ મારી વેદના દૂર ન થઈ, તે હતી મારી અનાથતા)
આ રીતે રોગ પ્રતિકાર કરવા છતાં, તે દુસહા વેદના હું ફરી ફરી તે રોગ વ્યથાને અનુભવતો - વેદતો હતો. ત્યારે કોઈ વખતે મને વિચાર આવ્યો કે જો હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તો - ક્ષમાવાનું ઇંદ્રિય અને નોઇંદ્રિય દમન વડે પ્રવજ્યા લઈશ. કેવી પ્રવજ્યા? ગૃહથી નીકળીને અનગારતા રૂપ-ભાવ ભિક્ષતા રૂપ અંગીકાર કરીશ. જેથી સંસારનો મૂલથી ઉચ્છેદ કરવાથી વેદનાનો સંભવ ન રહે, તે ભાવ છે.
એ પ્રમાણે માત્ર બોલીને નહીં, પણ વિચારીને હું સૂઈ ગયો. એ પ્રમાણે રાત્રિ વીતાવ્યા પછી, વેદના ઉપશાંત થતા, નીરોગી થઈ, પ્રભાતે અર્થાત ચિંતાદિની અપેક્ષાથી બીજા દિવસે હું પ્રકર્ષથી નીકળ્યો અર્થાત પ્રવજિત થયો. એટલે કે અનગારિતાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી પ્રવજ્યાના સ્વીકાર પછી હું નાથ થયો, યોગ ક્ષેમને કરવા સમર્થ થયો. પોતાને કે બીજા પુરુષાદિને, બધાં ત્રણ સ્થાવર જીવોનો નાશ થયો.
પ્રવજ્યા સ્વીકાર પછી કઈ રીતે તમે નાથ થયા, પૂર્વે નહીં? • સૂત્ર - ૭૪૮; 9૪૯
(૭૪૮) મારો પોતાનો જ આત્મા વૈતરણી નદી છે. ફુટ શાલ્મલી વૃક્ષ છે, કામદુધા ગાય છે અને નંદનવન છે. (૭૪૯) આત્મા જ પોતાના સુખદુઃખનો કતાં અને ભોક્તા છે. સત પ્રવૃત્તિ સ્થિત આત્મા જ પોતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org