Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૩૨૪ થી ૭૨૭ - (૭૨૪) હે શ્રેણિકા તું સ્વયં અનાથ છે. હે મગધાધિપ! જ્યારે તું સ્વયં અનાથ છે, તો કોઈનો નાથ કેવી રીતે બની શકીશ? ૨૦૮ (૭૨૫) પહેલેથી વિસ્મિત રાજા, મુનિના અશ્રુત પૂર્વ વચનો સાંભળીને અધિક સંભ્રાંત અને અધિક વિસ્મિત થયો. પછી બોલ્યો કે - (૭૨૬) મારી પાસે ઘોડા, હાથી, માણસો, નગર અને અંતઃપુર છે. હું મનુષ્યજીવનના બધાં સુખ ભોગ ભોગવી રહ્યો છું. મારી પાસે શાસન અને ઐશ્વર્ય પણ છે. (૭૨૭) આવી શ્રેષ્ઠ સંપત્તિ, જેના દ્વારા બધાં કામભોગ મને સમર્પિત છે, તો હું કઈ રીતે અનાથ છું. હે ભદંત! આપ જુઠ્ઠું ન બોલો. • વિવેચન ૭૨૪ થી ૭૨૭ - - સૂત્ર સુગમ છે. પહેલાંની ઘટનાથી જ તે શ્રેણિક નરેન્દ્ર વિસ્મયવાળો હતો, પૂર્વે પણ રૂપાદિ વિષયથી વિસ્મય યુક્ત એવો તે ‘તું પણ અનાથ છો' એવું સાંભળીને સાધુના આવા અશ્રુતપૂર્વ વચનોથી અતિ આકુળ અને અતિ વિસ્મયવાળો થઈને બોલ્યો - મારે અશ્વ આદિ છે. માનુષી ભોગો, અસ્ખલિત શાસનરૂપ દ્રવ્યાદિ સમૃદ્ધિ અથવા આજ્ઞા વડે પ્રભુત્વ છે. ઉક્ત રીતે મારે પ્રકર્ષ સમૃદ્ધિ છે, તેમાં સંપદાનો લાભ, સમર્પિત સર્વ કામ છતાં ક્યા પ્રકારે હું અનાથ છું. તો હે ભદંત! તમે જૂઠું ન બોલો. તે સાંભળી મુનિ બોલ્યા - . • સૂત્ર • ૭૨૮ થી ૭૪૭ - (૭૨૮) હે પાર્થિવા તું અનાથના અર્થ કે પરમાર્થને જાણતો નથી કે મનુષ્યો અનાથ કે સનાથ કઈ રીતે થાય છે? (૭૨૯) હૈ મહારાજ! અવ્યાક્ષિક્ષ ચિત્તથી મને સાંભળો, અનાથ કેમ થાય? મેં કેમ તે પ્રયોજ્યો? (૩૩૦) પ્રાચીન નગરોમાં અસાધારણ કૌશાબી નગરી છે ત્યાં મારા પિતા છે. તેની પાસે પ્રચુર ધનનો સંગ્રહ હતો. (૩૩૧) મહારાજ! યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. હે પાર્થિવા તેનાથી મારા આખા શરીરમાં અત્યંત જલન થતી હતી. (૭૩૨) કુન્દ્ર શત્રુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીક્ષ્ણ શાં ઘોંચી દે અને તેનાથી જેમ વેદના થાય, તેમ મારી આંખોમાં વેદના થતી હતી. (૭૩૩) જેમ કેંદ્રના વજ્રપ્રહારથી ભયંકર વેદના થાય, તે રીતે મારે કટિભાગ, હૃદય અને મસ્તકમાં અતિ દારુણ વેદના થઈ રહી હતી. (૭૩૪) વિધા અને મંત્રથી ચિકિત્સા કરનાર, મંત્ર - મૂલના વિશારદ્ અદ્વિતીય શાસ્ત્ર કુશલ, આચાયો ઉપસ્થિત હતા (૭૩૫) તેઓએ મારી ચતુષ્પાદ ચિકિત્સા કરી, પણ મને દુઃખથી મુક્ત ન કરાવી શક્યા તે મારી અનાથતા. (૭૩૬) મારા પિતાએ મારે માટે ચિકિત્સકોને સર્વોત્તમ વસ્તુઓ આપી, પણ તે મને દરથી મત ન કરી શક્ઝામો પાછી નાતા તી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226