Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 198
________________ ૧૯/૬૮૯ ૧૯૭ • સૂત્ર - ૬૮૯ - ત્યારે માતા-પિતાએ કહ્યું - હે પુત્રા તારી ઇચ્છાથી તું ભલે દીક્ષા લે. પણ શામશ્વ જીવનમાં નિપ્રતિકમતા એ કષ્ટ છે. • વિવેચન - ૬૮૯ - મૃગાપુત્રને તેના માતાપિતાએ કહ્યું- આ તારો સ્વકીય અભિપ્રાય છે. તેના વડે હે પુત્રા તને અભિરચિત હોય તો પ્રવજિત થા, પરંતુ શ્રમણ ભાવમાં ક્યારેક રોગોત્પત્તિ થાય તો ચિકિત્સા ન કરવા રૂપ દુઃખ છે. • સૂત્ર - ૬૯૦ થી ૬૯૭ - (૬૦) હે માતા પિતા! તમે જે કહ્યું તે સત્ય છે, પણ વનમાં રહેતા મૃગ - પશુપક્ષીની ચિકિત્સા કોણ કરે છે? (૬૯૧) જેમ જંગલમાં મૃગ એકલા વિયરે છે, તેમ હું પણ સંયમ અને તપ સાથે એકાકી થઈ ધર્મનું આચરણ કરીશ. (૬૯૨) જ્યારે મહાવનમાં મૃગને આતંક ઉપજે છે. ત્યારે વૃક્ષની નીચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે? (૬૩) કોણ તેને ઔષધિ આપે છે? કોણ સખાવાત પૂછે છે? કોણ આહાર લાવી આપે છે? (૬૯૪) જ્યારે તે સ્વસ્થ થાય છે, ત્યારે સ્વયં ગોચર ભૂમિમાં જાય છે અને ખાવા-પીવાને માટે ગહન ઝાડી અને જળાશયો ને શોધે છે. (૬) તે નિકુંજ અને જળાશયોમાં આઈ-પીને પ્રગયય કરતો તે મૃગ પોતાની મૃગચયએ ચાલ્યો જાય છે. (૬૯૬) રપાદિમાં આપતિબદ્ધ, સંયમને માટે ઉધત ભિક્ષુ સ્વતંત્ર વિચરતો મૃગારયતિત આવરણ કરીને મોક્ષમાં ગમન કરે છે. (૬૯૭) જેમ મૃગ એકલો અનેક સ્થાને વિચરે છે, રહે છે, સદૈવ ગોચર ચયથી જીવન યાપન કરે છે, તેમજ ગૌચરી ગયેલ મુનિ કોઈની નિંદા કે અવજ્ઞા ન કરે. વિવેચન - ૬૯૦ થી ૬૭ - તમે જે આ નિપ્રતિકર્મતાને દુઃખરૂપ પણે કહી તે બરાબર છે. પણ આ પ્રમાણે પરિભાવના કરવી જોઈએ - રોગોત્પત્તિમાં ચિકિત્સા કોણ કરે છે? કોઈ નહીં, ક્યાં? અરણ્યમાં, કોની? મૃગપક્ષીની. તો પણ તેઓ જીવે છે અને વિચારે છે. તો આ દુઃખ રૂપ ભાવ શા માટે? જેમ તે વનમાં એકલા છે, તેમ સંયમ અને તપ વડે ધર્મચરણના હેતુથી એકલો વિચરીશ. વળી ક્યારેક મોટા અરણ્યમાં કોઈક ક્યારેક કૃપાથી ચિકિત્સા કરે પણ ખરા. સાંભળેલ છે કે કોઈ વૈધે અટવીમાં કોઈ વાઘના આક્ષની ચિકિત્સા કરેલી. અથવા તેવા કોઈના અભાવે વૃક્ષની નીચે પડી રહે છે ત્યારે કોઈ ઔષધ આદિના ઉપદેશથી નીરોગી કરતું નથી કે ઔષધ પણ તેને પ્રાપ્ત થતું નથી. " તેનું નિર્વહણ કઈ રીતે થાય? જ્યારે તે સુખી થાય છે, આપમેળે જ રોગાભાવ થાય છે, ત્યારે ગાયની જેમ પરિચિત કે અપરિચિત ભૂભાગની પરિભાવના સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226