Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્ય. ૨૦ ભૂમિકા
૨૦ ૩ (૭) જ્ઞાન - પુલાક, બકુશ, પ્રતિસેવક બે કે ત્રણ જ્ઞાનવાળા હોય, પુલાકને નવમાં પૂર્વની ત્રીજી આચારવસ્તુથી આભીને નવ પૂર્વો સુધી હોય. કષાય કુશીલને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. નિગ્રન્થને તેમજ હોય. સ્નાતકને માત્ર કેવળ જ્ઞાન જ હોય. શ્રુતજ્ઞાન વિશે ક્ષુલ્લક નિર્ગુન્શીયમાં કહેલું છે.
(૮) તીર્થ - જે તીર્થકર કરે છે. પુલાક, બકુશ, પ્રતિસેવક તીર્થમાં હોય, કષાયશીલ તીર્થ કે અતીર્થમાં હોય. એ પ્રમાણે નિગ્રન્થ અને સ્નાતક પણ જાણવા. (૯) લિંગી - લિંગ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. દ્રવ્યથી સ્વલિંગમાં, અન્ય લિંગમાં કે ગૃહી લિંગમાં હોય. ભાવથી સ્વલિંગ જ હોય.
(૧૦) શરીર • પુલાક ઔદારિક, તૈજસ, કામણમાં હોય, બકુશ અને પ્રતિસેવના કુશીલ ત્રણ કે ચાર શરીરમાં હોય, તેમને વૈક્રિયનો પણ સંભવ છે. કષાય કુશીલને પાંચે શરીરો હોય, તેમને આહારક પણ સંભવે. નિગ્રન્થ અને સ્નાતકને પુલાવતુ જાણવા. (૧૧) ક્ષેત્ર- કર્મભૂમિ આદિ. તેમાં જન્મ અને સદભાવને આશ્રીને પાંચે કર્મભૂમિમાં હોય. સંકરણ બધે થાય.
(૧૨) કાળ - પાંચે પુલાકાદિ જન્મથી અને સભાવથી ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરામાં હોય. ભરત, એરવત અને વિદહેમાં હોય. સંહરણને આશ્રીને યથોક્તથી અન્યત્ર કાળમાં, પણ હોય. જો કે પ્રજ્ઞપ્તિના અભિપ્રાયમાં કિંચિત્ ભેદ છે, પણ અમે અત્રે નોંધતા નથી.- ૪ - • (જિજ્ઞાસુએ મૂળ સાક્ષીપાઠ જોવો.)
(૧૩) ગતિ - અહીં તે આરાધના અને વિરાધનાના ભેદથી કહે છે - તેમાં પુલાક અવિરાધનાથી ઇંદ્રમાં ઉત્પન્ન થાય અને વિરાધનાથી ઇંદ્ર, સામાનિક, ત્રયઢિશત લોકપાલમાંથી કોઈમાં પણ ઉપજે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલ અવિરાધનાથી ઇન્દ્ર કે અહમિન્દ્રોમાં જન્મ, વિરાધનાથી કોઈપણ ઇન્દ્રાદિમાં ઉપજે. નિગ્રન્થ તો અહમિન્દ્રોમાં જ ઉપજે.
(૧૪) સ્થિતિ પુલાકની જધન્ય સ્થિતિ પલ્યોપમ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી અઢાર સાગરોપમ, બકુશ અને પ્રતિસેવના કુશીલની જધન્ય પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટથી બકુશ અને પ્રતિસેવકોની બાવીશ સાગરોપમ, કષાય કુશીલની 33 - સાગરોપણ છે. નિર્ગુન્થની અજઘન્યોત્કૃષ્ટની ૩૩ - સાગરોપમ.
(૧૫) સંયમ - પુલાકાદિ ચારના અસંખ્યાત સંયમ સ્થાનો છે, નિર્ગસ્થ અને સ્નાતકોને અજધન્યોત્કૃષ્ટ એક જ સંયમ સ્થાન છે. (૧૬) સંનિકર્ષ - સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી તુલ્ય, અધિક, હીનત્વને વિચારવું. તેમાં સંયમ સ્થાનની અપેક્ષાથી સૌથી થોડાં નિર્ચન્થ, સ્નાતકને એક સંયમ સ્થાન છે, તેનાથી પુલાકને અસંખ્યાતગુણ, એ પ્રમાણે બકુશ, પ્રતિસેવક, કષાય કુશીલોને પૂર્વાપૂર્વની અપેક્ષાથી અસંખ્યયગુણત્વ જાણવું આ પાંચે ને પ્રત્યેકને અનંતાનંત ચાસ્ત્રિ પર્યાયો છે. ચાસ્ત્રિ પર્યાયની અપેક્ષાથી સ્વસ્થાન સંનિકર્મ ચિંતામાં મુલાકાદિના ચારિત્ર પર્યાયોનું વર્ણન વૃત્તિકારે કરેલ છે. (અમે આ આખું વર્ણન છોડી દીધેલ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org