Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ ૧૮૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર (૬૦૬) રાજાઓમાં વૃષભ સમાન હતા. તેઓએ પોતપોતાના પુત્રોને રાજ્યમાં સ્થાપિત કરીને ગ્રામય ધર્મ સ્વીકાર કર્યો. (૬૦૭) સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદાયણ રાજાએ રાજ્યનો ત્યાગ કરી, પ્રજ્ઞા લીધી, મુનિ ધર્મ વિચર્યા, અનુત્તરગતિ પામ્યા. (૬૦૮) આ પ્રકારે શ્રેય અને સત્યમાં પરાક્રમશીલ કાશી રાજાઓ કામ ભોગોનો પરિત્યાગ કરી, કર્મ રૂપી મહાવનનો નાશ કર્યો. (૬૦૯) તે જ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણસમૃદ્ધ રાજ્યને છોડીને પ્રજ્ઞા લીધી. (૬૧૦) તે પ્રમાણે જ અનાકુળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનું વિસર્જન કરી, સિદ્ધિરૂપ ઉચ્ચપદ પ્રાપ્ત કર્યું. • વિવેચન - ૫૯૩ થી ૬૧૦ - અહીં સત્તર સૂત્રો છે. અનંતરોક્ત પુન્યના હેતપણાથી પુન્ય, તેના વડે જે અર્થ જણાય કે, તે પુન્ય પદ અથવા પુન્યનું સ્થાન તે પુચ પદ - ક્રિયા આદિ વાદિ સ્વરૂપ વિવિધ રુચિ પરિવર્જનાદિ આવેદક શબ્દ સંદર્ભ સાંભળીને, અર્થ કરાય તે અર્થ - સ્વર્ગ, અપવગદિ. ધર્મ - તેના ઉપાય રૂપ શ્રતધર્માદિ, તેના વડે ઉપશોભિત એવા ભરત નામના ચક્રવર્તી ભરત વર્ષ ક્ષેત્રનો ત્યાગ કરીને, વિષયોને છોડીને દીક્ષા લીધી. સગર ચક્રવર્તીએ પણ આદિ બધું સ્પષ્ટ છે. વિશેષ આ સમુદ્ર પર્યન્ત ત્રણ દિશા, અન્યત્ર હિમવતુ પર્યન્ત, ઐશ્વર્ય - આજ્ઞા ઐશ્વર્યાદિ, કેવલ- પરિપૂર્ણ કે અનન્ય સાધારણ થયા - સંયમ વડે પરિ નિવૃત્ત - અહીં જ કષાયરૂપી અગ્નિને શીતીભૂત કે મુક્ત કરીને. અર - અર નામક તીર્થકર ચક્રવર્તી, રત કે જના અભાવ રૂપ અરત કે અરજ અથવા શૃંગારાદિ રસના અભાવથી અરસ થઈ મુક્તિમાં ગયા. ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ નામે ચક્રવર્તીએ આચર્યો. એક છત્ર - રાજ ચિહ્ન જેને છે તે અર્થાત્ અવિધમાન બીજો સજા. તે પૃથ્વીને વશીકૃત કરીને, અહંકારનો વિનાશ કરીને મનુષ્યન્દ્ર અર્થાત ચક્વર્તી. શોભન પ્રકારથી રાજ્યાદિનો પરિત્યાગ કરવાના સ્વભાવવાળા- સુપરિત્યાગી. જિનવરે કહેલ અચારીત ચરીને જય ચક્રી અનુત્તરગતિને પામ્યો. દશાર્ણ નામે દેશ, તેનો અધિપતિ, સર્વ ઉપદ્રવ રહિત અને પ્રમોદવાન રાજ્યને ત્યજીને, અપ્રતિબદ્ધવિહારપણાથી વિચર્યો, સાક્ષાત શકએ અધિક વિભૂતિ દર્શન વડે તેને ધર્મ પ્રતિ પ્રેરિત કરેલો હતો. શ્રામસ્ય - શ્રમણ ભાવમાં પૃપસ્થિતા - તે અનુષ્ઠાન પ્રતિ ઉધત થયો. તથા સૌવીરમાં રજવૃષભ - તે કાળો વર્તતા રાજામાં પ્રધાન, રાજ્યનો ત્યાગ કરીને. મુનિ - ત્રિકાળ અવસ્થા વેદી થઈને ચરે. તે કોણ? ઉદાયન નામે હતો તે પ્રવજિત થયો. મુનિધર્મનું આચરણ કરીને અનુત્તર ગતિને પામ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226