Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૯/૬૩૮થી ૬૫૭
૧૯૧ ભોગી થઈને ધર્મનું આચરણ કરજે,
• વિવેચન - ૬૩૮ થી ૬૫૭ -
વીસે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - તે બલશ્રી જેનું બીજું નામ મૃગાપુત્ર છે તે યુવરાજને તેના માતા-પિતા કહે છે કે પ્રામાણ્ય દુશ્વર છે. તેમાં શ્રમણ્યને ઉપકારક હજારો ગુણો આત્મામાં સ્થાપવા જોઈએ. અર્થાત્ વ્રતગ્રહણ કરવા જોઈએ. કેવા ગુણ? ભિક્ષુ સંબંધી ગુણો ધારવા જોઈએ. સર્વ જીવો પ્રતિ રાગ દ્વેષમાં તુલ્યતા તે સમતા, શત્રુ અને મિત્ર એટલે કે અપકારી - ઉપકારીમાં ઉદાસીનતા. આના વડે સામાયિક કહ્યું. પ્રથમ વ્રત રૂ૫ પ્રણાતિપાતથી વિરતિ જાવજીવ માટે દુરનુયર છે. પ્રમત્તનું ગ્રહણ કર્યું કેમ કે નિદ્રાદિ પ્રમાદવશ જીવ જ મૃષા પણ બોલે. સતત ઉપયુક્ત રહેવું કેમકે અનુપયુક્તને અન્યથા પણ ભાષણ સંભવે છે. આ બધું દુષ્કર છે.- X- X• આના વડે બીજા વ્રતની દુકરતા કહી.
દંત શોધન અર્થાત્ અતિ તુચ્છ વસ્તુ પણ અનવધ, એષણીય અને અપાયેલી જ લેવી, તેનાથી ત્રીજા વ્રતની દુષ્કરતા કહી. ઉક્ત રૂપ કામ ભોગ, તેનો આસ્વાદ અથવા શૃંગારાદિ રસ તે કામ ભોગ રસને જાણવો. કેમ કે તેનાથી અજ્ઞને તેનો બોધ ન હોવાથી તેના વિષયની અભિલાષા જ ન થાય તથા સારી રીતે પણ થાય. આના વડે ચોથા વ્રતની દુકરતા કહી. પરિગ્રહ - હોય તો સ્વીકારવું, તેનું વર્જન કર્યું. તથા બધાં પણ જે આરંભ દ્રવ્યોત્પાદન વ્યાપાર તેનો પરિત્યાગ. આના વડે નિરાકાંક્ષાપણું અને નિર્મમત્વા કહ્યું બધે જ મારાપણાની બુદ્ધિનો પરિહાર.
આના વડે પાંચ મહાવતની દુષ્કરતા કહી.
નરકાદિમાં જે જોડે છે તે સંનિધિ - વૃતાદિને ઉચિતકાળ અતિક્રમીને રાખી મૂકવા. તેનો જે સંચય તે સંનિધિ સંચય. તેને વર્જવો પણ દુષ્કર છે. આના વડે છઠ્ઠા વ્રતની દુકરતા કહી.
સુધા ઇત્યાદિ પરીષહો બતાવ્યા. અહીં દંશ-મશકથી તેના વડે ખવાતા ઉત્પન્ન થયેલ દુખાનુભવરૂપ વેદના. દુઃખ શય્યા-વિષમકે ઉનૃતત્વાદિ દુઃખ હેતુ વસતિ. તાડના - હાથ વડે મારવું, તર્જના - આંગળી ઘુમાવવી આદિ, વધ - ચાલુકાદિ પ્રહાર, બંધ - મયૂરબંધ આદિ, તે રૂપ પરીષહ. યાચના આ બધામાં દુઃખ છે. - - ૪ -
કપોત - પક્ષી વિશેષ તેની જે વૃત્તિ - નિર્વાહનો ઉપાય. જેમ તે નિત્ય શક્તિ થઈને કણ-કીટકાદિના ગ્રહણમાં પ્રવર્તે છે. એ પ્રમાણે ભિક્ષ પણ એષણા દોષની આશંકાથી ભિક્ષાદિમાં પ્રવર્તે તે દુરનુચર હોવાથી કાયરોના મનને વિદારતી હોવાથી દારુણ કહી. ઉપલક્ષણ થકી બધાં ઉત્તરગણો લેવા. બ્રહ્મચર્યવ્રતની દુર્ધરતા જે ફરીથી કહી છે તે તેના અતિ દુકરત્વને જણાવવા માટે છે.
હવે ઉપસંહાર કહે છે - સાતાને ઉચિત તે સુખોચિત, સુકુમાર - અકઠિન દેહ, સુમજ્જિત - સારી રીતે સ્નાન કરેલ. તેથી તે અનંતર કહેલ ગુણના પાલનમાં સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org