Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 191
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર ૬૩૮ થી ૬૫૭ - (૬૩૮) ત્યારે માતા-પિતાએ તેને કહ્યું - હે પુત્ર! શ્રામણ્ય અતિ દુષ્કર છે. ભિક્ષુને હજારો ગુણો ધારણ કરવાના હોય છે. (૬૩૯) જગતમાં શત્રુ અને મિત્ર પ્રતિ, સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો છે. જીવન પર્યન્ત પ્રાણાતિપાત વિરતિ ઘણી દુષ્કર છે. (૬૪૦) સદા અપ્રમત્ત ભાવે મૃષાવાદનો ત્યાગ કરવો, નિત્ય ઉપયોગપૂર્વક હિતકારી સત્ય બોલવું ઘણું દુષ્કર છે. (૬૪૧) દંત શોધનાદિ પણ કોઈના આપ્યા વિના ન લેવું, પ્રદત્ત પણ અનવધ અને એષણીય જ લેવું દુષ્કર છે. (૬૪૨) કામ ભોગોના રસથી પરિચિતને અબ્રહ્મચર્યથી વિરતિ અને ઉગ્ર મહાવ્રત બ્રહ્મચર્યનું ધારણ કરવું દુષ્કર છે. (૬૪૩) ધન ધાન્ય પ્રેષ્યવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ તથા બધાં જ આરંભ અને મમત્વનો ત્યાગ પણ ઘણો દુષ્કર થાય છે. (૬૪૪) ચારે પ્રકારનો આહાર રાત્રિમાં છોડવો અને સંનિધિ સંચય છોડવો ઘણો દુષ્કર છે. (૬૪૫) ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ - મચ્છરોનું કષ્ટ, આક્રોશ વચન, દુઃખ શય્યા, હિણ સ્પર્શ અને મેલ, (૬૪૬) તાડન, તર્જના, વધ, બંધન, ભિક્ષા ચર્ચાય, યાચના, અલાભ પરીષહો સહેવા દુષ્કર છે. (૬૪૭) આ કાપોતી વૃત્તિ, દારુણ કેશ લોચ, ઘોર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવું મહાત્માને પણ દુષ્કર છે. (૬૪૮) હે પુત્ર! તું સુખોચિત છે, સુકુમાર છે. સુમતિ છે. તેથી શ્રામણ્ય પાલન માટે તું સમર્થ નથી. (૬૪૯) હે પુત્ર! સાધુચર્યામાં જીવન પર્યન્ત વિશ્રામ નથી, લોહભરની જેમ ગુણોને તે ભાર ગુરુતર છે, તેથી દુર્વહ છે (૬૫૦) આકાશગંગાનો શ્રોત અને પ્રતિશ્રોત દુસ્તર છે, સાગરને ભુજાથી તરવો દુષ્કર છે તેમજ સંયમ સાગર તરવો દુષ્કર છે. (૬૫૧) સંયમ રેતીના કોળીયા માફક સ્વાદથી રહિત છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા સમાન દુષ્કર છે. ૧૯૦ (૬૫૨) સાંપની જેમ એકાંત દૃષ્ટિથી ચારિત્ર ધર્મમાં ચાલવું હે પુત્રા કઠિન છે. લોઢાના ચણા ચાવવા સમાન આ ચારિત્ર પાલન દુષ્કર છે. (૬૫૩) જેમ પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન દુષ્કર છે, તેમ યુવાવસ્થામાં શ્રમણત્વ પાલન દુષ્કર છે. (૬૫૪) જેમ વસ્ત્રના થેલામાં હવા ભરવી કઠિન છે, તેમ જ યુવાવસ્થામાં શ્રમણ ધર્મનું પાલન દુષ્કર છે. (૬૫૫) જેમ મેરુ પર્વતને માવાથી તોળવો દુષ્કર છે તેમ જ નિશ્ચલ અને નિઃશંક ભાવે શ્રમણધર્મ પાલન દુષ્કર છે. (૬૫૬) જેમ ભુજાથી સમુદ્ર તરવો કઠિન છે, તેમ અનુપશાંત વડે સંયમ સાગર પાર કરવો દુષ્કર છે. (૬૫૭) હે પુત્ર! તું પહેલાં માનુષી ભોગો ને ભોગવ. પછી તું મુક્ત - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226