Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 172
________________ ૧૭/પપ૩ થી પપપ ૧૭૧ (પણ) જે આચાર્યનો ત્યાગ કરીને અન્ય પાખંડને સ્વીકારે છે. જે ગારંગાણિક છે. તે નિદિત પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - પપ૩ થી પપપ - | દુધ, દહીં આદિ વિકૃતિના હેતુ રૂપ હોવાથી વિગઈ કહી છે. ઉપલક્ષણ થકી ઘી આદિ બાકીની વિગઈ પણ લેવી. તથાવિધ પુષ્ટ આલંબન વિના પણ લે - આહાર કરે તેથી જ અનાશનાદિ તપોકર્મમાં અપ્રીતિવાળો થાય. સૂર્યના અસ્ત સમય સુધી અને ચ કારથી ઉદયના આરંભથી વારંવાર ખા-ખા કર્યા કરે. અર્થાત્ સવારથી સાંજ સુધી આહાર કરે, અથતિ રોજેરોજે વારંવાર ખાય. જો કોઈ ગીતાર્થ સાધુ તેને પ્રેરણા વચન કહે કે “હે આયુષ્યમાન! તું કેમ આહાર તત્પરતાથી જીવે છે? દુર્લભ મનુષ્ય જન્મમાં તપસ્યામાં ઉધમ કરવો ઉચિત છે, “ત્યારે તે સામું બોલે કે - “તમે ઉપદેશમાં કુશળ છો, અનુષ્ઠાન સ્વયં કરવામાં નહીં, અન્યથા તમે કેમ વિકૃષ્ટ તપ કરતા નથી?' તે જ આચાર્ય તપોકર્મમાં ઉધમવાનું હોય, લાવેલા અન્ન આદિ બાળ, ગ્લાનને આપતા હોય, ત્યારે અતી આહાર લોલુપતાથી આચાર્યનો ત્યાગ કરે અને બીજા પાખંડો અર્થાત અન્ય મતવાળા કે જે અત્યંત આહારમાં પ્રસક્ત છે તેને સેવતો તે-તે મતમાં સરક્તો જાય, સ્વેચ્છા પ્રવૃત્ત થઈ છ માસમાં જ એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે - X- તેથી જ દુર્નિન્દામાં અર્થાત દુરાચારપણાથી નિંધ થાય. હવે વીર્યાતિયાર વિરહથી તેને જ કહે છે - સૂત્ર - ૨૫૬, ૫૫૭ - જે પોતાનું ઘર છોડીને ઘરઘરમાં વ્યાપૃત્ત થાય છે, નિમિત્તો બતાવીને વ્યવહાર કરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. જે પોતાના જ્ઞાતિજનોની હર ગ્રહણ કરે છે, બધાં ઘરોથી સામુદાયિક ભિક્ષા લેતો નથી, ગૃહસ્થની શય્યાએ બેસે છે. તે પાપમણ છે. • વિવેચન - પપ૬, પપ૭ - સ્વયં પોતાનું ઘર પ્રવજ્યા સ્વીકારીને છોડે છે. બીજાના ઘરમાં ભોજનાર્થી થઈ ગૃહસ્થોને આમભાવ દર્શાવતો પોતેજ તેના કામો કરે છે, તે જ હેતુથી ગૃહ નિમિત્તે ક્રય-વિક્રય વ્યવહાર કરે છે, શુભાશુભ નિમિત્તે વડે દ્રવ્ય સર્જન કરે છે. વળી પોતાના સ્વજનાદિથી ઇચ્છિત એવા જે સ્નિગ્ધ, મધુર આહાર આપે તે સ્વાતિ પિંડને ખાય છે, પણ સામુદાયિક ભિક્ષાને ઇચ્છતો નથી, ઘણાં ઘરોની અજ્ઞાત ભિક્ષા લેતો નથી, ગૃહસ્થના પલંગ, ગાદી આદિ શય્યાને સુખશીલતાથી વાપરે છે. હવે અધ્યયનના ઉપસંહારમાં ઉક્ત દોષ ત્યાગનું ફળ કહે છે - • સૂત્ર - પપ૮, પપ૯ - જે આવા પ્રકારે આચરણ કરે છે, તે પાંચ કુશીલ સમાન અસંવૃત્ત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226