Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ રાજા રસમૂતિ થઈ તેમનો વધ કરે છે. તેટલામાં ત્યાં શું થયું તે સૂત્રકારશ્રી કહે છે -
• સૂત્ર - ૫૬૩, પ૬૪ -
તે કેશર ઉધાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા, તેઓ ધર્મધ્યાનને ધ્યાવી રહ્યા હતા.
આશ્રયનો ક્ષય કરનારા તે લતામંડપમાં દયાન કરી રહ્યા હતા. તેમની સમીપે આવેલ હરણનો તે રાજાએ વધ કરી દીધો.
• વિવેચન - ૫૬૩, ૫૬૪ -
પછી કેશર ઉધાનમાં અનગાર તપોધન સ્વાધ્યાય - અનુપ્રેક્ષાદિ ધર્મધ્યાનાદિ વડે ચુત, યથાકાળ તેના આસેવનપણાથી સહિત, તેથી જ આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનને ચિંતવે છે. ક્યાં? વૃક્ષાદિ આકીર્ણ આસી- વૃક્ષ, ગુલ્મ, લતાથી ઢંકાયેલા મંડપ - નાગવલ્લી આદિ સંબંધી, તેમાં રહીને ધર્મ ધ્યાન કરે છે. કર્મબંધના હેતુ એવા આશ્રયનો ક્ષય કરીને રહેતા તે અણગારની સમીપે આવેલા મૃગને સંજય નામના રાજાએ હણ્યું. આ જ અર્થને નિર્યુક્તિકાર વિશેષથી કહે છે -
છે નિયુક્તિ - ૩૯૭ + વિવેચન -
કેશર ઉધાનમાં ગર્દભાલિ નામે અણગાર આસ્તીર્ણ મંડપમાં હિંસાદિ દોષોને ખપાવીને ધ્યાન કરતા હતા. પછી ત્યાં શું થયું?
• સૂત્ર - ૫૬૫ -
અશ્વારૂઢ રાજ જલ્દી ત્યાં આવ્યો, મૃત હરણ ને જોઈને તેણે ત્યાં એક તરફ ધ્યાનરત અણગારને જયા.
• વિવેચન - ૫૫ -
પછી અશ્વ ઉપર બેઠેલો રાજા સંજય શીધ્ર ત્યાં આવીને, જે મંડપમાં તે મુનિરાજ ધ્યાન કરતા હતા, ત્યાં વિનાશીત મૃગને જ, અણગારને નહીં જોઈને પછી તે જ સ્થાને રહેલા સાધુને જોયા. પછી તેણે શું કર્યું?
• સૂત્ર - પ૬૬ થી ૫૬૯ -
રાજ મનિને જોઈને સહસા ભયભીત થઈ ગયો તેને થયું કે હું કેટલો મંદપુન્ય, સમૃદ્ધ અને હિંસક છું, મેં વ્યર્થ મુનિને આહત કર્યા.
ઘોડાને છોડીને તે રાજાએ વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદન કરીને કહ્યું - ભગવન ! મને આ અપરાધ માટે ક્ષમા કરો.
તે અણગાર ભગવંત મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો. તેથી રાજા વધારે ભયાકાંત થયો.
ભગવના હું સંજય છું આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણું છું કે કુદ્ધ અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યને બાબી દે છે.
• વિવેચન - ૫૬૬ થી પ૬૯ -
રાજા, મુનિના દર્શનથી ભય વ્યાકુળ થઈ ગયો. કેમકે મુનિ થોડા પણ આહત Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org