Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૧
૧૩/૪૧૪
• વિવેચન - ૪૧૪ -
કર્મ – જ્ઞાનાવરણીય આદિ, નિત્ય દેખાય છે કે ખંડન કરાય છે તેવા પ્રકારના અનુબંધ ફલાભાવથી તપ - વગેરે જેનાથી તે નિદાન - આસક્તિ પ્રાર્થના રૂ૫, તેના વડે પ્રકર્ષથી કરાયેલ, તે નિદાન પ્રકૃત, નિદાન વશ બદ્ધ જે અર્થ. હે રાજન ! તે ચિંતવેલ છે, તેના હેતુભૂત આ ધ્યાનાદિ ધ્યાનથી કર્મોને. એવા પ્રકારના કર્મોના ફળનો આ વિપાક છે. અર્થાત શુભાશુભ જનક છે. અથવા કર્મ – અનુષ્ઠાન, નિદાન વડે જ બાકીના શુભ અનુષ્ઠોનાના આચ્છાદિતપણાથી પ્રગટ નિદાનોને હે રાજન! તે ચિંતવ્યા છે કે કર્યા છે. તે કર્મના વિપાકથી આપણે વિરહ પ્રાપ્ત થયો. અર્થાત જે તને ત્યારે નિવાર્યો છતાં પણ નિયાણું કર્યું, તેનું આ ફળ છે કે આપણે તેવા પ્રીતિવાળા હોવા છતાં વિયોગ થયો.
આ પ્રમાણે વિયોગનો હેતુ જાણીને ચકીએ ફરી પ્રશ્ન કર્યો • સૂત્ર - ૪૧૫ -
હે ચિત્ર : પૂર્વજન્મમાં મારા દ્વારા કરાયેલ સત્ય અને શુદ્ધ કમના ફળને આજે હું ભોગવી રહ્યો છું, શું તું પણ તેમજ ભોગવી રહ્યો છે ?
વિવેચન - ૪૧૫ -
સત્ય - મૃષા ભાષાના પરિવાર રૂપ, શૌચ - અમારી અનુષ્ઠાન, તેના વડે પ્રગટ શુભપ્રકૃતિરૂપ શુભ અનુષ્ઠાન, જે મેંપૂર્વે કરેલા છે, તે આજે હું ભોગવી રહ્યો છું. તેના વિપાકથી ઉત્પન્ન સ્ત્રી રત્નાદિ પરિભોગ દ્વારથી વેદી રહ્યો છું. હે ચિત્ર! શું તું પણ તેમ ભોગવી રહ્યો છે, કે ભિક્ષકત્વથી ભોગવી નથી રહ્યો. અર્થાત શું શુભ કર્મો વિફળ થયા છે ? મુનિ બોલ્યા -
• સૂત્ર - ૪૧૬ થી ૪૧૮ -
મનુષ્યો દ્વારા સમાચરિત બધાં સત્કમ' સફળ થાય છે. કરેલા કર્મોના ફળોને ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમાર્થ અને કામો દ્વારા પુજફળથી યુક્ત રહેલ છે.... હે સંભૂત ! જેમ તું તને પોતાને ભાગ્યવાન, મહાન, દ્વિસંપન્ન અને પુજફળ વાળો સમઝે છે. તેમજ ચિત્રને પણ સમજ. હે રાજન ! તેની પાસે પ્રચુર ત્રાદ્ધિ અને યુતિ રહેલ છે.... સ્થવિરોએ જનસમુદાયમાં અલ્પ અક્ષર, પણ મહાઈ ગાથા કહેલી, જેને શીલ અને ગુણોથી યુક્ત ભિન્ન ચનાથી અર્જિત કરે છે. તે સાંભળીને હું શ્રમણ થઈ ગયો.
• વિવેચન - ૪૧૬ થી ૪૧૮ -
સર્વ - નિરવશેષ, સુચી – શોભન અનુષ્ઠિત તપ વગેરે. અથવા પ્રોષિત વ્રત ઇત્યાદિ રૂઢિથી સાધુત્વ, ફળ સહિતવર્તે છે તેથી સલ. કોને? મનુષ્યોને ઉપલક્ષણથી બધાં પ્રાણીઓને. શા માટે ? અવશ્ય વેદવા પણાથી ઉપરચિત કર્મોથી મુક્તિ થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org