Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૭
૧૩/૪૩૦, ૪૩૧
તેઓ જ આ મરેલો) ઘરને રોકીને બેઠો છે, એમ વિચારીને તેને ઘરની બહાર કાઢીને, જન લજ્જાદિથી બાળી નાંખીને લોકિક કૃત્ય અને આકંદન આદિ કેટલાંક દિવસો કરીને ફરી સ્વાર્થતત્પરતાથી તે જ પ્રમાણે કોઈ બીજાને અનુવર્તે છે, તેમાં પ્રવૃત્તને પણ કોઈ પૂછતું નથી કે તમારું અનુગમન શા કારણે છે? એવો અભિપ્રાય છે. વળી -
• સૂત્ર - ૪૩૨ -
રાજન ! કમો કોઈપણ પ્રકારનો પ્રસાદ કર્યા વિના જીવનને પ્રતિક્ષણ મૃત્યુની સમીપે લઈ જાય છે, અને આ ર - મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છે. હે પંચાલરાજા મારી વાત સાંભળો, અપકર્મ ન કરો.
• વિવેચન - ૪૩૨ -
તેવા પ્રકારના કર્મો વડે પ્રક્રમથી મૃત્યુ તરફ ધકેલાય છે. શું? જીવિત. તે પણ પ્રમાદ વિના જ. કેવી રીતે? નિરંતર આવી ચિમરમથી. જીવતો હોય તો પણ સુસ્નિગ્ધ છાયા રૂપ વૃદ્ધાવસ્થા મનુષ્યને દૂર લઈ જાય છે. હે રાજન ! ચક્રવર્તી! આમ હોવાથી હે પંચમંડલમાં ઉદ્ભવેલ નૃપતિ! મારું વચન સાંભળો, શું? અસત્ આરંભરૂપ કર્મો ન કરો. કે જે અતિશય મહાનું હોય અથવા મહા કર્મના આશ્લેષવાળા હોય.
આ પ્રમાણે મુનિએ કહેતા રાજા બોલ્યો - • સૂત્ર - ૪૩૩ -
હે સાધુ જે પ્રમાણે તમે મને બતાવી રહ્યા છો, તે હું પણ ઘણું છું કે આ કામભોગ બંધનરૂપ છે, પરંતુ તે આર્ય અમારા જેવા લોકોને માટે તો તે ઘણાં જ દુર્ભય છે.
• વિવેચન - ૪૩૩ - -
તમે જ નહીં, હું પણ આ જાણું છું. જે પ્રકારે આ જગતમાં હે સાધુ જે તમે મને ઉપદેશ રૂપ વચન કહી રહ્યા છો, તે હું જાણું છું તો પછી તે વિષયોનો પરિત્યાગ કેમ નથી કરતા? ભોગ - શબ્દાદિ, આ પ્રત્યક્ષ પ્રતિબંધ ઉત્પાદક છે. તેના નિત્ય અભિસંબંધથી તે દુઃખેથી જિતાય છે, માટે દુર્જય અથવા દુત્યાજ્ય કહ્યા.
હું પણ આ ત્રણ પાદનો સાર જાણું છું કે આ મનુષ્યજન્મમાં પ્રધાન ચારિત્ર ધર્મરૂપ જ આદરણીય છે. પરંતુ
સૂત્ર - ૪૩૪, ૪૩૫ -
હે ચિત્ર હસ્તિનાપુરમાં મહશ્ચિક ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કરેલું હતું. મેં તેનું પ્રતિક્રમણ ન કર્યું. તે કર્મનું આ ફળ છે કે ધર્મને જાણતા હોવા છતાં પણ હું કામ ભોગોમાં આસક્ત છું.
• વિવેચન - ૪૩૪, ૪૩૫ - હે ચિત્ર નામક મનિા સનકુમાર નામે ચોથા ચક્રવર્તીને અતિશય સંપત્તિ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International