Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 159
________________ ૧૫૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • નિયુક્તિ - ૩૮૪ - વિવેચન સમાધિમાં પૂર્વવત્ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે તેમાં દ્રવ્યસમાધિ તે માધુર્યાદિ ગુણયુક્તતાથી જે સમાધિ- સ્વાથ્ય તે જ સમાધિનો હેતુ હોવાથી સમાધિ છે. ભાવમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર, સમાધિ એટલે આના જ પરસ્પર વિરોધરહિત જે અવસ્થાન તે ભાવસમાધિ જાણવી. હવે સ્થાન નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૩૮૫ - વિવેચન નામસ્થાન તે પ્રસિદ્ધ છે. સ્થાપના સ્થાન છે જે જે ગણથી યુક્ત હોય, જે આચાર્યપદિપદમાં સ્થપાય છે, તે જ જેમાં રહેલ હોય તે સ્થાન તે સ્થાપનાસ્થાન કહે છે. દ્રવ્યસ્થાન તે આકાશ. એમાં જ જીવાદિ દ્રવ્યો રહે છે. ક્ષેત્ર સ્થાન પણ આકાશ જ છે - *- અદ્ધારસ્થાન તે અઢી દ્વીપ સમુદ્ર રૂપ સમય ક્ષેત્ર, તેમાં જ સમય, આવલિકાદિ ઉપલક્ષિત અદ્ધાકાળની સ્થિતિ છે ઉર્ધ્વરસ્થાન જેમાં ઉર્ધ્વ રહે તે કાયોત્સર્ગ. ઉપરતિ સ્થાન - સર્વ સાવધની વિરતિ પામે. વસતિ સ્થાન - સ્ત્રી, પંડક આદિ દોષ રહિત યતિનો નિવાસ. સંયમ સ્થાન - શુભ શુભતર અધ્યવસાય વિશેષ જેમાં સંયમની અવસ્થિતિ છે. પ્રગ્રહસ્થાન - જેમાં આયુધના ગ્રહણ થાય તે સ્થાન. યોધસ્થાન - આલીટ, પ્રત્યાલીઢ આદિ. અસલ સ્થાન - જેમાં જરા પણ ચલન ન સંભવે, તે મુખ્યતાથી મુક્તિ જ છે. ગણના સ્થાન - જ્યાં એકથી શીર્ષ પ્રહેલિકા સુધીની ગણના થાય છે. સંધણ સ્થાન - જે દેશમાં ટિત મુક્તાવલી આદિ એકત્વ રહે છે. અને ભાવસ્થાન - ઓદયિકાદિ ભાવોનું યથાસ્વમ અવસ્થાન છે. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાનુગમમાં સૂત્ર કહે છે. તે આ - • સૂત્ર - ૫૧૧ - હે આયુષ્યમાનું ! મેં સાંભળેલ છે કે ભગવતે આમ કહેલ છે. અહીં સ્થવિર ભગવંતો એ દશ બ્રહાચર્ય સમાધિ સ્થાનો બતાવ્યા છે. જેને સાંભળીને, અવધારીને, ભિક્ષ સંયમ, સંવર તથા સમાધિથી અધિકાધિક સંપન્ન થાય. ગુપ્ત રહે, ગુનેન્દ્રિય થાય, ગુપ્ત બ્રહ્મચારી થાય, સદા આમત્ત થઈને વિચરણ કરે, • વિવેચન - ૫૧૧ - મેં સાંભળેલ છે, તે આયુષ્યમાના તે ભગવંતે આ પ્રમાણે કહેલ છે. આ ક્ષેત્ર કે પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર - ગણધરો વડે, પરમ ઐશ્વર્યાદિ યુક્ત ભગવંતે દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાપનો પ્રરૂપેલ છે એટલે અમે અમારી બુદ્ધિથી નહીં કહેતા પણ ભગવંતે પણ આ પ્રમાણે કહેલ છે, મેં સાંભળેલ છે, તેથી અહીં અનાસ્થા ન કરવી. તેને જ વિશેષિત કરે છે. જે બ્રહ્મચર્ય સ્થાનોને ભિક્ષ શબ્દથી સાંભળે તેને જ અર્થથી અવધારે છે. સંયમ - આશ્રવવિરમણાદિ ઘણી સંખ્યામાં થાય તે રીતે તેમાં સંયમબદુલ - વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમ ફરી ફરી કરે. અથવા પ્રભૂત સંયમ જેને છે તે બહુલસંયમ. તેથી જ સમાધિ - ચિત્ત સ્વાચ્ય, તેની બહુલતા તે બહુલ સમાધિ. ગુપ્ત - મન, વચન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226