Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦/૩૨૭
• સૂત્ર - ૩૨૭ -
અર્થ અને પદથી સુશોભિત તથા સુકથિત બુદ્ધની - ભગવંત મહાવીરની વાણીને સાંભળીને, રાગ અને દ્વેષનું છેદન કરીને ગૌતમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયા. તેમ હું કહું છું.
• વિવેચન - ૩ર૭ -
બુદ્ધ - કેવળજ્ઞાન વડે આલોક - અવલોકિત સમસ્ત વસ્તુતત્વના પ્રકમથી શ્રીમન મહાવીરના ભાષિત- વાણીને સાંભળીને, કેવી રીતે કહેલ?) શોભન - એવા નયાનુગ તત્ત્વાદિ પ્રકારણથી કહેવાયેલ - પ્રબંધથી પ્રતિપાદિત તે સુકથિત. તેથી જ અર્થ વડે પ્રધાન પદો તે અર્થપદો. તેના વડે ઉપશોભિત એટલે કે જાતશોભમર્થપદથી ઉપશોભિત. રાગ એટલે વિષયાદિની આસક્તિ અને દ્વેષ એટલે અપકારિણી અને અપ્રીતિ સ્વરૂપ. આવા રાગ અને દ્વેષ બંનેનું છેદન કરીને - બંનેને દૂર કરીને સિદ્ધિ ગતિ - મુક્તિ ગતિ પ્રાપ્ત થયા. કોણ મુક્તિ ગતિને પ્રાપ્ત થયું ? ઇંદ્રભૂતિ નામના ભગવંતના પહેલા ગણધર,
ઇતિ - પરિસમામિ અર્થમાં છે. બ્રવીતિ - પૂર્વવત્ જાણવું એ પ્રમાણે અનુગમ કહ્યો. નયો પણ પૂર્વવત્ જાણવા.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૦ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
33/]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org