Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧/૩૫૩
અંગ, ઉપાંગ, પ્રકીર્ણકાદિ ભેદોથી શ્રુતસ્થાન વિશેષથી પ્રતિપૂર્ણ જ હોય છે. પ્રવચનના આધારપણાથી સુરક્ષિત હોય છે. - વળી -
• સૂત્ર
૩૫૪ -
અનાદંત દેવનું સુદર્શના નામે જંબૂ વૃક્ષ, જેમ બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેમ બહુશ્રુત બધાં સાધુમાં શ્રેષ્ઠ હોય છે.
• વિવેચન - ૩૫૪
-
જેમ તે વૃક્ષો મધ્યે પ્રધાન જંબૂ નામે સુદર્શના છે, જેમ આ અમૃત ફળની ઉપમા અને દેવાદિ આશ્રય છે, તેવું કોઈ વૃક્ષ નથી. જો કે આ વૃક્ષનો ફળ વ્યવહાર તેની પ્રતિરૂપતાથી જ છે, વસ્તુતઃ તે પૃથ્વીકાયિક છે, વજ વૈડૂર્યાદિમય તેના મૂળ આદિ ત્યાં ત્યાં કહેલા છે તે કોનું છે ? અનાદંત નામે દેવ જંબુદ્રીપાધિપતિ વ્યંતર દેવના આશ્રયત્વથી સંબંધી છે. બહુશ્રુત એ પ્રમાણે થાય છે. તેઓ પણ અમૃતની ઉપમાના ફળ સમાન શ્રુતયુક્ત દેવાદિને પણ પૂજ્યતાથી અભિગમનીય અને બાકીના વૃક્ષની ઉપમા સમાન સાધુમાં પ્રધાન છે - બીજું -
૦ સૂત્ર - ૩૫૫ -
જે પ્રકારે નીલવંતથી વહેતી, જળપ્રવાહથી પરિપૂર્ણ, સમુદ્રગામિની સીતા નદી, બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત થાય છે. • વિવેચન
-
·
344 -
જેમ તે નદી પ્રધાન જળથી પૂર્ણ છે, તે સાગરમાં મળતી હોવાથી ‘સાગરંગમા’ છે, પણ ક્ષુદ્ર નદીની જેમ માર્ગમાં નાશ પામતી નથી આ સીતા નદી - મેરુની ઉત્તર દિશાના વર્ષધર પર્વતથી નીકળે છે અથવા તે નીલવંતથી નીકળે છે. બહુશ્રુતો શીતા નદીવત્ હોય છે. નદીની જેમ બીજા સાધુના કે શ્રુતજ્ઞાનીની મધ્ય પ્રધાન છે, વિમળ જળ સમાન શ્રુતિજ્ઞાન વડે યુક્ત છે, સાગર રૂપ મુક્તિમાં જાય છે. ઉચિત અનુષ્ઠાન વડે તે પ્રવૃત્ત છે, તેને અન્યદર્શની માફક દેવાદિ ભાવની વાંછા નથી. - x − x -
• સૂત્ર
૩૫૬ -
જેમ વિવિધ પ્રકારની ઔષધિથી દીપ્ત મહાન મેરુ પર્વત બધાં પર્વતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત બધાં સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે.
♦ વિવેચન - ૩૫૬
૯૧
-
Jain Education International
જેમ પર્વતોની મધ્યે અતિ પ્રધાન અતિ ગુરુ, અતિ ઉચ્ચ એવો મેરુ નામનો પર્વત છે, તે અનેકવિધ વિશિષ્ટ માહાત્મ્ય વનસ્પતિ વિશેષ રૂપ થકી પ્રકર્ષથી જ્વલિત - દીપ્ત છે, તેના યોગથી આ પણ પ્રજ્વલિત કહ્યા. એ પ્રમાણે બહુશ્રુતો જાણવા. શ્રુતના માહાત્મ્યથી અત્યંત સ્થિર હોવાથી બાકીના સાધુની અપેક્ષાથી પ્રવર જ થાય છે. ઇત્યાદિ - ૪ - x ·
-
• સૂત્ર - ૩૫૭
જેમ સદૈવ અક્ષયજળથી પરિપૂર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર વિવિધ રત્નોથી
For Private & Personal Use Only
www.jainelibrary.org