Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩/૪૦૮૧
૧૧૫
• સૂત્ર - ૪૦૮/૧ કાંપિલ્યપુરમાં સંભૂતo • વિવેચન - ૪૦૮/૧
કાંડિલ્ય નામે નગરમાં સંભૂત - પૂર્વજન્મમાં સંભૂત નામ હતું. વિશેષ કથન હવે કહેવાયેલ નિર્યુક્તિ વડે જાણવું
• નિર્યુક્તિ - ૩૩૬થી ૩૩૮ - વિવેચન
ત્યાં કાંપિલ્યમાં બ્રહ્મ નામે રાજા હતો. કુરમાં ગજપુરાધિપતિ કરેણુદત્ત રાજા હતો. અંગમાં ચંપાનો સ્વામી પુષ્પમૂલ રાજા હતો. બ્રહ્મની પત્ની ચલનીનો ભાઈ “દીર્ઘ રાજા હતો. કાસી જનપદનો આધિપતિ કટક રાજા હતો. આ પાંચે મિત્રો હતા. પાંચેએ એક જ કાળે પત્નીને સ્વીકારી પાંચે એક-એક વર્ષ બધાં સાથે વસતા હતા. આમ બે ગાથા કહી. હવે ત્રીજી ગાથાનું તાત્પર્ય કહે છે -
- બ્રહ્મ રાજાને ઇન્દ્રથી આદિ ચાર રાણીઓ હતી. તેમાં ચુલનીએ પુત્રને જન્મ આપ્યો. ધનુ નામના સેનાપતિને ત્યાં પણ તે જ દિવસે પુત્રનો જન્મ થયો. બંનેને મંગલ અને કૌતુક કર્યા. દીન અને અનાથોને દાન આપ્યું. રાજપુત્રનું “બ્રહ્મદત્ત' એ પ્રમાણે નામ રાખ્યું. ધનુના પુત્રનું ‘વરધનુ' નામ રાખ્યું. કાળક્રમે બંને મોટા થયા. સર્વે કળાઓ ભણ્યા. આ અરસામાં બ્રહ્મ રાજા મૃત્યુ પામ્યો.
કેટલાંક દિવસો વીત્યા બાદ, તેમના મિત્રોએ બ્રહ્મદત્તને ત્યાં રાજા રૂપે અભિસિંચિત કર્યો. તે મિત્રોએ પરસ્પર વિચાર્યું કે હજી આ બ્રહ્મદત્ત રાજ્યની ધુરાધારણ કરવા સમર્થ નથી. કેટલાંક વર્ષો તેનું પાલન કરવું ઉચિત છે. તેઓએ ત્યાં દીર્ઘપૃષ્ઠને સ્થાપિત કર્યો અને બધાં પોત-પોતાના દેશમાં ગયા. પછી બધે જ મુક્ત પ્રવેશ હોવાના કારણે દીર્ઘપૃષ્ઠ અને ચુલની પરસ્પર સંબંધમાં આવી ગયા. અંતઃપુરપાલિકા તેમના પ્રેમસંબંધને જાણી ગઈ, તેણે ધનુ નામના સેનાપતિ મંત્રીને કહ્યું. તેણે વરધનુને કહ્યું કે આ કુમારને કદી એકલો ન મૂકવો.
કોઈ દિવસ બ્રહ્મદત્ત પણ ચુલની માતા અને દીર્ઘપૃષ્ઠ રાજાના સંબંધને જાણી ગયો. તે વિજાતીય સમળીને લાવ્યો. તે પોતાના જેવા સહચર બાળકોની વચ્ચે ભમતો કહેવા લાગ્યો કે જે કોઈ દુષ્ટશીલ હશે તેને હું આવી રીતે જ નિયંત્રિત કરીશ. આ વાત કોઈ રીતે દીર્ઘપૃષ્ઠ જાણી. તે કુમાર પતિ કોપાયમાન થયો અને ચુલનીને કહ્યું કે કોઈ ઉપાયથી તું અને મારી નાંખ, વિષના વૃક્ષની જેમ આની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તે જ આપણે કલ્યાણને માટે થશે. ચુલનીએ દુરંત મોહોદયથી તે વાત સ્વીકારી.
તેણીએ નક્કી કર્યુ કે - આને પુષ્પચૂલમામાની પોતાની પુત્રી જે પુષ્પચૂલા નામે છે, તે પરણાવીએ, તેને શયન માટે લાક્ષાગૃહમાં રાખવા. પછી તે ગૃહ બાળી નાંખવું. તે અંત પુરરક્ષિકાએ આ બધું ધનમંત્રીને કહી દીધું. મંત્રીને પણ લાગ્યું કે આનો વિનાશ કરી દેશે, તેથી તેણે કુમારના સંરક્ષણ માટે પ્રયત્ન શરૂ કર્યા. - - - X- ધનમંત્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org