Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦ ૩
૧૨/૩૮૩, ૩૮૪ માટે રહેલો યક્ષ કુમારોને રોકવા લાગ્યો.
આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, શુદ્ધ ચક્ષ, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને ક્ષાત - વિક્ષત અને લોહીની ઉલટી કરતા જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું -
• વિવેચન - ૩૮૩ - ૩૮૪ -
તેણીના અનંતરોક્ત વચનો સાંભળીને. કોના ? યજ્ઞાવાટકના અધિપતિ સોમદેવ પુરોહિતની પત્ન ભદ્રાના. સુભાષિત – સૂક્ત વચનો. ઈષ તે તપસ્વીની વૈયાવચ્ચને માટે. આ પ્રયત્નીકોને નિવારવા રૂપ પ્રયોજનમાં વ્યાવૃત્ત થઈએ આ સમર્થન માટે તેમ વિચાર યક્ષો - યક્ષ પરિવાર, તે કુમારોને - તે ઋષિને મારનારાઓને ભૂમિમાં ગદોડી નાંખ્યા.
તે યક્ષો રૌદ્રાકારધારી ઘોર રૂપે રહીને આકાશમાં આસુરભાવથી યુક્ત થઈને, તે જ યક્ષો, તે યજ્ઞાપાટકમાં તેને ઉપસર્ગ કરનાર છાત્રલોકને હણે છે. ત્યાર પછી તે કુમારો વિદારિત થયા. યક્ષના પ્રહારોથી તેમના શરીરો ભેરાઈ ગયા, તેમને લોહી વમતા કરી દીધા.
તે જોઈને કૌશલિક રાજાની પુત્રીએ આ હવે કહેવાનાર વચનો વડે કહ્યું - ફરીથી કહ્યું તે શું છે? તે જણાવે છે -
• સૂત્ર - ૩૮૫ થી ૩૮૭ -
જે ભિક્ષુની અવમાનના કરે છે, તેઓ નખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢ ચાવે છે, પગોથી અગ્નિને કાળે છે.
મહર્ષિ આશિવિષ છે, ઘોર તારવી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિક્ષને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે.
- જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધાં મળીને, નતમસ્તક થઈને, આ કષિનું શરણું લ્યો.. તમને ખબર હોવી જોઈએ કે આ વ્યાપિ કુપિત થતાં સમસ્ત વિશ્વને પણ ભસ્મ કરી શકે છે.
• વિવેચન - ૩૮૫ થી ૩૮૭ -
વિર – પર્વત, નખ - હથેળીનું મૂળ, અહીં મુખ્ય ખનન ક્રિયાદિ અસંભવે છે, છતાં ઉપમાર્થે આમ કહેલ છે કે- નખ વડે પર્વત ખોદવા જેવું છે. દાંત વડે લોટું ખાતા હો તેમ ખાઓ છો, જાતજસ - અગ્નિ, તેને પગ વડે તાડન કરી રહ્યા છો. તો અમારે શું કરવું? તે કહે છે - જે તમે આ ભિક્ષુની અવમાનના કરી રહ્યા છો તેનું ફળ અનર્થરૂપ છે.
આમ કેમ કહ્યું? આચ્ચ - દાઢા, તેમાં જેને વિષ છે તે આસીવિષ. આસીવિષ લબ્ધિવાળા, શાપ કે અનુગ્રહમાં સમર્થ. અથવા આસીવિષ સર્પ સમાન આસીવિષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org